લખનઉ: ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus Pandemic) પર કંટ્રોલ બાદ હવે યોગી આદિત્યનાથ સરકાર (Yogi Adityanath Government) જીવન સામાન્ય બનાવવા માટે અભિયાનમાં લાગી છે. આ ક્રમમાં પ્રદેશમાં સોમવારથી સેકેન્ડરી સ્કૂલમાં કોવિડ પ્રોટોકોલ સાથે ક્લાસિસ શરૂ થઇ શકે છે. અત્યાર સુધી બેસિક અને પ્રાઇમરી સ્કૂલ ખોલવાની પણ ખોલવાની પણ તૈયારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ યોગીએ આપ્યા નિર્દેશ
સોઅમ્વારથી સ્કૂલો ખૂલ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) એ ટીમ 9 ની સાથે બેઠકમાં કહ્યું કે રક્ષાબંધન બાદ 23 ઓગસ્ટથી  6th થી 8th સુધી અને એક ડિસેમ્બરથી 1st થી 5th સુધીની સ્કૂલ પણ શરૂ કરવામાં આવે. તેમણે આ અંગે ઓફિસરોને દિશા-નિર્દેશો જાહેર કરવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે લોકભવનમાં કોવિડ મેનેજમેન્ટ માટે રચેલી ટીમ-09 અને રાજ્ય સ્તરીય સ્વાસ્થ્ય વિશેષજ્ઞ સલાહકાર સમિતિ સાથે સમીક્ષા કરી. 


Video: કાબુલથી નિકળવા માટે વિમાનના ટાયર પર લટક્યા, હવામાં ઉડતા વિમાનમાંથી 3 મુસાફરો પટકતા મોત


નાના બાળકોની સ્કૂલ પણ ખુલશે
સમિતિની રિકમંડેશન અનુસાર રક્ષાબંધન (Raksha Bandhan) બાદ 23 ઓગસ્ટથી ધોરણ 6 થી 8 અને એક સપ્ટેમ્બરથી ધોરણ 1 થી 5 સુધીની સ્કૂલોને ખોલવા (School Reopen) પર વિચાર કરવામાં આવશે. પ્રદેશમાં સોમવારથી ધોરણ 9 થી 12 સુધીના બાળકો માટે સ્કૂલ ખોલવમાં આવી છે. આજથી સેકેન્ડરી, હાયર, ટેક્નિકલ વોકેશનલ એજ્યુકેશન ઇંસ્ટીટ્યૂટમાં 50 ટકાની ક્ષમતા સાથે બાળકોનો અભ્યાસ શરૂ થઇ ગયો છે. તમામ જગ્યાએ બે શિફ્ટમાં ક્લાસ ચાલશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube