નવી દિલ્હી: કોરોના મહામારી (Coronavirus) ના લીધે લાંબા સમયથી બંધ દિલ્હી (Delhi) ની સ્કૂલ (School) 1 સપ્ટેમ્બરથી ખુલી જશે. જાણાકરી અનુસાર 1 સપ્ટેમ્બરથી 9થી 12 સુધીના બાળકોની સ્કૂલ શરૂ થશે. તો બીજી તરફ 8 સપ્ટેમ્બરથી 6 થી 8 ધોરણના બાળકો સ્કૂલ આવવા લાગશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત દોઢ વર્ષથી બંધ છે સ્કૂલ
તમને જણાવી દઇએ કે કોરોના મહામારી (Coronavirus) ના લીધે દિલ્હી (Delhi) ગત લગભગ દોઢ વર્ષથી સ્કૂલ બંધ છે. ત્યારથી સ્કૂલોમાં ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો છે. સરકારે આ વર્ષે એપ્રિલમાં સ્કૂલ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન કોરોનાની ભીષણ લહેર આવી ગઇ. જેમાં દિલ્હી સહિત વિભિન્ન રાજ્યોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. તેના લીધે સરકારે સ્કૂલો શરૂ કરી નહી. 

Health ministry: કોરોનાની બીજી લહેર હજુ યથાવત, તહેવારોમાં રાખવી પડશે ખૂબ સાવધાની


હવે કોરોનાની સ્થિતિ કાબૂમાં
હવે દિલ્હી (Delhi) માં કોરોના (Coronavirus) ના સ્થિતિ લગભગ કાબૂમાં છે. એટલા માટે સ્કૂલો (School) ને ફેજવાઇઝ ખોલવાનો નિર્ણય કર્યો છે. યોજના હેઠળ શરૂઆતમાં 9મા થી 12 સુધીની સ્કૂલો ખુલશે. આ ક્લાસના બાળકો 1 સપ્ટેમ્બરથી સ્કૂલ આવવાનું શરૂ કરી દેશે. ત્યારબાદ 8 સપ્ટેમ્બરથી 6 થી 8 ધોરણા બાળકો સ્કૂલ જશે. 


DDMA ની બેઠકમાં લીધોનિર્ણય
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું, 'Corona ના કેસ દિલ્હીમાં કામ થયું છે. આજે DDMA ની બેઠક થઇ છે. અમારું માનવું છે કે દિલ્હીમાં education activity ને વધારવી જોઇએ. જે અભ્યાસ સ્કૂલમાં થાય છે, તે ઓનલાઇન ઘરે બેસીને કરી શકતા નથી. સ્કૂલ ખોલવાની એક્ટિવિટી ધીમે ધીમે કરીને શરૂ કરવામાં આવી રહી છે. 


ઓનલાઇન અભ્યાસ પણ ચાલશે
તેમણે કહ્યું કે દિલ્હીમાં 1 સપ્ટેમ્બરથી સ્કૂલ ખુલી જશે. આ દરમિયાન જો બાળકોના વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ મોકલવા માંગતા નથી તેમના પર દબાણ કરવામાં નહી આવે. તેમણે કહ્યું કે સરકારે સ્કૂલ ખોલવાના મુદ્દે લોકો પાસે મંતવ્યો માંગ્યા હતા. લગભગ 70 ટકા લોકોએ સાવધાની સાથે સ્કૂલો ખોલવાની સલાહ આપી હતી. 


તેમણે કહ્યું કે સ્કૂલ ખોલવાની સાથે જ ઓનલાઇન અભ્યાસ પણ ચાલતો રહેશે. સ્કૂલ આવનાર બાળકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે. તેમણે માસ્ક પહેરીને આવવું પડશે અને ક્લાસમાં સોશિયલ ડિસ્ટેસિંગ રાખવું જોઇએ. સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરનાર 80 ટકા ટીચર્સને કોરોના વેક્સીન લગાવવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube