હવે સરકાર લઇને આવશે શ્રીમાન નીતિ, જાણો શું છે આ પ્રોજેક્ટ?
વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગનાં વર્ષ 2013નાં એક અભ્યાસ અનુસાર ભારતમાંઉપયોગ કરવામાં આવતા ઉપકરણોમાંથી 94 ટકા તો આયાતીત છે જ્યારે 6 ટકાનું નિર્માણ દેશમાં હોય છે
નવી દિલ્હી : નીતિ પંચ, પ્રગતિ પ્લેટફોર્મ, ભીમ એપ જેવી પહેલને આગળ વધારતા હવે કેન્દ્ર સરકારે પ્રયોગશાળાઓમાં વૈજ્ઞાનિક ઉપકરણોનાં જાણળવી, ખરીદ પ્રક્રિયા અને આધારભૂત ઢાંચાની દક્ષતાને સારી બનાવવા માટે સાઇન્ટિફિક રિસર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર મેઇન્ટેનન્સ ઓફ નેટવર્ક (SRIMAN) નીતિનો મુસદ્દો તૈયાર કર્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયનાં એક અધિકારીએ જણાવ્યું કે, વૈજ્ઞાનિક શોધ આધારભૂત ઢાંચાની જાળવી અને નેટવર્ક (શ્રીમાન)ની મુસદ્દા નીતિ પર 3 ઓગષ્ટ, 2018 સુધી મંતવ્યો અને ટીપ્પણીઓ આમંત્રીત કરાઇ છે.
નવો મુસદ્દો અને નીતિ
મુસદ્દાનીતિમાં કહેવામાં આવ્યું છે કે, સંશોધનનાં મુળભુત ઢાંચાના પ્રભાવક ઉપયોગ માટે તે જરૂરી છે કે ભારતમાં વૈજ્ઞાનિક સંશોધન આધારભુત ઢાંચાની જાળવણી અને નેટવર્કની ટેક્નોલોજી અપનાવવામાં આવે. તે જરૂરી છે કારણ કે સામરિક ક્ષેત્રમાં વૈજ્ઞાનિક સંશોધનની જરૂર હાલની પરિસ્થિતી કરતા અલગ છે. શ્રીમાનના મુસદ્દામાં સંશોધનનાં મુળભુત ઢાંચા સાથે જોડાયેલા ઘણા બધા અવયવોને રાખવામાં આવ્યા છે. તેમાં સંશોધન માટે ઉપકરણ અને આધારભુત ઢાંચાની જાળવણી અને ખરીદી, વૈજ્ઞાનિક ઉપકરણ અને આધારભુત ઢાંચા સુધી પહોંચ અને તેને સંયુક્ત રીતે ઉપયોગ કરવા અને તેનો અંત કરવાના વિષયનો પણ સમાવેસ થાય છે.
આ યોજનામાં ઉપકરણ અને આધારભૂત ઢાંચાના પ્રભાવી સંચાલન માટે ઓપરેટરો અને ટેક્નીશિયનોની ક્ષમતા તેમાં સુધાર, મોંઘા વૈજ્ઞાનિક સંશોધન આધારભૂત છાંડાના મેનેજમેન્જનો વિષય પણ સમાવિષ્ય છે. અધિકારીઓનું કહેવું છે કે વૈજ્ઞાનિક સંશોધનના સંચાલન અને નેટવર્ક વાસ્તવમાં વૈજ્ઞાનિક સંશોધનના આધારભૂત ઢાંચા સાથે જોડાયેલા પક્ષકારોને જોડીને ક્ષેત્રીય સ્તર પર એક એવી વ્યવસ્થા બનાવવામાં મદદગાર થશે જેના માધ્યમથી સમગ્ર દેશનાં વૈજ્ઞાનિકો, સંશોધનો અને ઉદ્યોગ સાથે જોડાયેલા પ્રોફેશનલ્સને વ્યાપક પહોંચ સુલભ શક્ય બનશે.
વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગનાં વર્ષ 2013નાં એક અભ્યાસ અનુસાર ભારતમાંઉપયોગ કરવામાં આવતા ઉપકરણોમાંથી 94 ટકા તો આયાતીત છે જ્યારે 6 ટકાનું નિર્માણ દેશમાં હોય છે.