નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે પોતાના 'મિત્ર' જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં સામેલ થવા પર પ્રથમવાર પ્રતિક્રિયા આપી છે. રાહુલે કહ્યું કે, સિંધિયાએ પોતાની વિચારધારાને ખિસ્સામાં રાખી પરંતુ તેમને જલદી અનુભવ થશે કે તેમણે શું કર્યું છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, ભાજપમાં સિંધિયાને સન્માન મળશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંધિયાને સારી રીતે ઓળખું છું- રાહુલ
રાહુલ ગાંધીએ સિંધિયા સાથે પોતાની મિત્રતાને યાદ કરતા કહ્યું કે, તેઓ તેની વિચારધારાને સારી રીતે જાણે છે પરંતુ તેમણે રાજકીય ભવિષ્ય માટે વિચારધારાનો ત્યાગ કર્યો. રાહુલે કહ્યું, 'આ વિચારધારાની લડાઇ છે, એક તરફ કોંગ્રેસ અને બીજીતરફ ભાજપ-આરએસએસ છે. હું જ્યોતિરાદિત્ય સિંધિયાની વિચારધારાને જાણું છું, તેઓ કોલેજથી મારા મિત્ર હતા, હું તેમને સારી રીતે જાણું છું.'


કોરોનાઃ દિલ્હીના સિનેમાઘરો 31 માર્ચ સુધી બંધ, કેજરીવાલ સરકારે જાહેર કરી મહામારી

હું કોંગ્રેસ અધ્યક્ષ નથી, રાજ્યસભાની ટિકિટ નથી કરી રહ્યો નક્કી
પોતાની કોર ટીમના સભ્યોને રાજ્યસભાની ટિકિટ ન આપવાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું, 'હું કોંગ્રેસ અધ્યક્ષ નથી, હું રાજ્યસભાના ઉમેદવારોનો નિર્ણય લઈ રહ્યો નથી. હું દેશના યુવાઓને અર્થવ્યવસ્થા વિશે જણાવી રહ્યો છું. મારી ટીમમાં કોણ છે, મારી ટીમમાં કોણ નથી, તેનો કોઈ અર્થ નથી.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...