Jaishankar Statement: ગોવામાં SCO બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ચીન-પાકિસ્તાન સહિત 8 દેશોના વિદેશ મંત્રી ભાગ લઈ રહ્યા છે. બેઠકમાં ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો. જયશંકરે વધુમાં કહ્યું કે આતંક પર કોઈ પણ સંજોગોમાં રોક લગાવવી જોઈએ. કોરોનાકાળની સાથે સાથે આતંકવાદ પણ એક મોટો મુદ્દો છે. ક્રોસ બોર્ડર ટેરરિઝમ એક મોટો મુદ્દો છે. તેને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર રોકવો જોઈએ. અફઘાનિસ્તાનમાં માનવતાના સ્તરે સહયોગ કરવાનો છે. આ સાથે જ આતંકવાદ અને ડ્રગ ટ્રાફિકિંગ રોકવાનું છે. આતંકવાદ અને સરહદપાર આતંકવાદનું કોઈ જસ્ટિફિકેશન હોઈ શકે નહીં. આતંકવાદનો મુકાબલો કરવો એસસીઓના મૂળ જનાદેશોમાંથી એક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SCO અધ્યક્ષ તરીકે અમે SCO પર્યવેક્ષકો અને ડાઈલોગ પાર્ટનર્સને 14થી વધુ સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આમંત્રિત કરીને તેમની સાથે એક અભૂતપૂર્વ જોડાણ શરૂ કર્યું છે. આ ઉપરાંત SCO માં વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે ઈંગ્લિશને એસસીઓની ત્રીજી ઓફિશિયલ ભાષા બનાવવી જોઈએ. 


ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે દરેક વ્યક્તિની '4 પત્ની' હોવી જોઈએ, જાણો શાં માટે?


બજરંગ દળ પર બેકફૂટ પર આવ્યા બાદ જાગી કોંગ્રેસ, ભગવાન હનુમાન અંગે કર્યું મોટું એલાન


Pension: મોદી સરકારે કરી જાહેરાત, હવે મળશે વધુ પેન્શન, લોકોની બલ્લે બલ્લે


એસ જયશંકરે  કહ્યું કે એસસીઓના સુધાર અને આધુનિકીકરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમાં ખાસ વાત એ પણ છે કે તમામ વિદેશમંત્રીઓનું સ્વાગત એસ જયશંકરે હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે કરીને કર્યું છે. 


વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે હું એસસીઓની ભારતની પહેલી અધ્યક્ષતા હેઠળ તમારી મેજબાની કરીને હર્ષિત મહેસૂસ કરી રહ્યો છું. એસીઓની અમારી અધ્યક્ષતા હેઠળ અમે 100થી વધુ બેઠક અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરા કર્યા જેમાં 15 મંત્રીઓ સ્તરની બેઠકો સામેલ છે. ભારત એસસીઓમાં બહુપક્ષીય સહયોગના વિકાસને તથા શાંતિ અને સ્થિરતાના સંવર્ધનને ખુબ મહત્વ આપે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube