નવી દિલ્હી: આવતા અઠવાડિયે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે મુલાકાતની કોઈ યોજના નથી. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું કે, "અમારી જાણકારી મુજબ પીએમ મોદી અને ઈમરાન ખાન વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત અંગે કોઈ યોજના નથી."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં પાકિસ્તાનના વિદેશ સચિવના હાલના ભારત પ્રવાસ દરમિયાન એવી અટકળો વહેતી થઈ કે બંને નેતાઓ વચ્ચે SCO સંમેલન વખતે મુલાકાત થઈ શકે છે. આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, "આ તેમનો પર્સનલ પ્રવાસ છે અને તેમની સાથે કોઈ અધિકૃત બેઠક નિર્ધારીત નથી."


ભારતમાં તબાહી મચાવવા માટે હાફિઝ સઈદ-ISI આ મહિલાને આપતા હતાં પૈસા


જામા મસ્જિદમાં ઈદની નમાજ
આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ સચિવ સોહેલ મહેમૂદ પોતાના 3 દિવસના અંગત પ્રવાસ અતર્ગત મંગળવારે રાતે ભારત પહોંચ્યાં અને બુધવારે તેમણે દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદમાં ઈદની નમાજ અદા કરી. રાજનયિક સૂત્રોએ આ જાણકારી આપી. એપ્રિલની મધ્યમાં ઈમરાન ખાનની સરકારમાં પાકિસ્તાનના વિદેશ સચિવ બનતા પહેલા મહેમૂદ ભારતમાં પાકિસ્તાનના રાજદૂત તરીકે કાર્યરત હતાં. હાલ જો કે હજુ એ સ્પષ્ટ થયું નથી કે પોતાના અંગત પ્રવાસ દરમિયાન તેઓ ભારતના કોઈ અધિકારી કે નેતાને મળશે કે નહીં. 


સૂત્રોએ જણાવ્યું કે મહેમૂદના બાળકો અહીં ભણતા હતાં અને તેઓ પોતાના પરિવારને લઈ જવા માટે આવ્યાં છે. મહેમૂદનો આ પ્રવાસ આમ તો વ્યક્તિગત પ્રવાસ છે પરંતુ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં થનારી SCOની શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની હાજરીને લઈને આ પ્રકારની અટકળો થઈ રહી છે. પીએમ મોદી અને ઈમરાન ખાન બંને 13-14 જૂનના વાર્ષિક SCO શિખર સંમેલનમાં ભાગ લેવાના છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...