ભારતનું `સ્કોટલેન્ડ` છે આ હિલ સ્ટેશન, પ્રકૃતિએ છૂટ્ટા હાથે વેર્યું છે સૌંદર્ય, Photos જોઈને છક થશો
ભારતમાં એક જગ્યા એવી છે જેની સરખામણી સ્કોટલેન્ડ સાથે થાય છે. કુદરતે છૂટ્ટા હાથે ત્યાં સૌંદર્ય વેર્યું છે. એકવાર તમે ત્યાં જાઓ તો પ્રકૃતિના સૌંદર્યમાં બધુ ભૂલી જાઓ. એવી મનમોહક અને રમણીય જગ્યા છે.
Coorg Hill Station: ભારતમાં એક જગ્યા એવી છે જેની સરખામણી સ્કોટલેન્ડ સાથે થાય છે. કુદરતે છૂટ્ટા હાથે ત્યાં સૌંદર્ય વેર્યું છે. એકવાર તમે ત્યાં જાઓ તો પ્રકૃતિના સૌંદર્યમાં બધુ ભૂલી જાઓ. એવી મનમોહક અને રમણીય જગ્યા છે. આ હિલસ્ટેશન કર્ણાટકમાં આવેલું છે અને ત્યાં દેશ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવતા હોય છે.
કર્ણાટકમાં આવેલા કુર્ગને ભારતનું સ્કોટલેન્ડ કહે છે. અહીંની સુંદરતા પર્યટકોને મોહી લે છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે કુર્ગને ભારતનું સ્કોટલેન્ડ કેમ કહે છે. સ્વિટઝરલેન્ડ કેમ નહીં. વાત જાણે એમ છે કે તમે હંમેશા વાચ્યું હશે કે નૈનીતાલ હિલ સ્ટેશન કે પછી ઔલીને મિની સ્વિટ્ઝરલેન્ડ કહે છે. અસલમાં કારણ શું છે કે સ્કોટલેન્ડ સાથે કુર્ગની સરખામણી થાય છે.
હકીકતમાં કુર્ગ પોતાના ઉત્તમ જળવાયું, પહાડીઓ અને કોફી બગીચાઓ માટે પ્રસિદ્ધ છે. તે જળવાયુ, વિસ્તારો, વાસ્તુકળા, અને ઝરણાઓ મામલે સ્કોટલેન્ડ જેવું દેખાય છે જેના કારણે તેની સરખામણી સ્કોટલેન્ડ સાથે થાય છે. અહીંની વાદીઓ, અને વિસ્તારો સ્કોટલેન્ડના વિસ્તારો સાથે ભળતા આવે છે. કુર્ગને કોડાગુ નામથી પણ ઓળખે છે. આ હિલ સ્ટેશન કર્ણાટકમાં છે. પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આ હિલ સ્ટેશન કોઈ સ્વર્ગથી જરાય કમ નથી. અહીંના જંગલો, ઘાટીઓ અને વાતાવરણ પર્યટકોને ભાવવિભોર કરી દે છે. કુર્ગ હિલ સ્ટેશન સુગંધિત મસાલાઓ અને કોફીના બગીચાઓ માટે પણ મશહૂર છે.
અહીં પર્યટકો ઝરણા, કિલ્લા, પ્રાચીન મંદિર, અને તિબ્બતી વસ્તીઓ ઘૂમી શકે છે. કુર્ગમાં ટુરિસ્ટ ઓમકારેશ્વર મંદિર, ઘૂમી શકે છે. ભગવાન શિવને સમર્પિત આ મંદિર 1820માં નિર્મિત ક્ષેત્રમાં સૌથી જૂનું મંદિર છે. આ ઉપરાંત તમે કુર્ગમાં બ્રહ્મગિરિ વન્યજીવ અભ્યારણ્યની સેર કરી શકો છો. આ અભ્યારણ્ય વર્ષ 1974માં સ્થાપિત કરાયું હતું. આ અભ્યારણ્યમાં તમે વિભિન્ન પ્રકારના જીવ અને જંતુઓને જોઈ શકો છો. કુર્ગમાં સૈલાણીઓ પડી ઈગ્ગુથપ્પા મંદિરના દર્શન કરી શકે છે. આ મંદિર ઓમકારેશ્વર મંદિરની બરાબર દસ વર્ષ પહેલા બન્યું હતું.
કુર્ગમાં તમે મડિકેરી કિલ્લો, ઈરપુ ફોલ્સ, રાજાનો ગુંબજ, અબ્બે ફોલ્સ, નાલબંધ પેલેસ જેવી જગ્યાઓ એક્સપ્લોર કરી શકો છો. આ હિલ સ્ટેશનમાં સ્થિત નામદ્રોલિંગ મઠ અને ઓમકારેશ્વર મંદિર જેવી ધાર્મિક જગ્યાઓ પર જઈને એક નવો અનુભવ મળશે.
ક્રુગની ટ્રિપ બજેટ ફ્રેન્ડલી રહે છે. લગભગ 5000-8000 રૂપિયામાં તમે તમારી આ ટ્રિપને પ્લાન કરી શકો છો. તમને જાણીને નવાઈ લાગશે કે આ કર્ણાટકનું એવું હિલ સ્ટેશન છે જ્યાં ફરવા માટે વિદેશીઓ પણ આવે છે. ધીરે ધીરે આ જગ્યાની લોકપ્રિયતા વધી રહી છે. જેના કારણે પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે.
કુર્ગમાં ફરવા માટેની જગ્યા
કુર્ગનો એબી ફોલ્સ
મંડલપટ્ટી વ્યૂપોઈન્ટ
નામદ્રોલિંગ મઠ
પુષ્પગિરિ વન્યજીવ અભ્યારણ્ય
રાજાની સીટ
તાડિયાદામોલ પીક
ઈરુપ્પુ ફોલ્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube