નવી દિલ્હી : જેએનયુમાં 5 જાન્યુઆરીનાં રોજ થયેલી હિંસાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે ગુરૂવારે સાંજે શાસ્ત્રી ભવન નજીક JNU ના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થીઓ રાષ્ટ્રપતિ ભવન સુધી જવા માંગતા હતા. પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ ભવન નજીક સુધી માર્ચ કરવા માટેની પરવાનગી નથી. વિદ્યાર્થીઓ જેએનયુનાં વીસીને હટાવવાની માંગ કરી રહ્યા છે. જેએનયુ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, સરકારે તેમની માંગણીઓ સ્વિકારી નથી. જેથી વિદ્યાર્થીઓ રાષ્ટ્રપતિ ભવન સુધી કુચ કરી રહ્યા હતા.