ગુજરાતી પરિવારે મુંબઈમાં 198 કરોડ રૂપિયામાં ખરીદ્યા બે એપાર્ટમેન્ટ, જાણો ખાસિયતો
Mumbai Real Estate News: આ ઓબેરોય રિયલ્ટીનો (Oberoi Realty)લક્ઝરી પ્રોજેક્ટ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને એપાર્ટમેન્ટ ઓબેરોય થ્રી સિક્સ્ટી વેસ્ટના 62મા માળે આવેલા છે. જેમાં 10 કાર પાર્કિંગ સ્પેસનો સમાવેશ થાય છે.
Mumbai Real Estate News: ગુજરાતના મોટા ઉદ્યોગપતિઓમાંના એક અને આરઆર કેબલ લિમિટેડના (RR Cable Limited) પ્રમોટર ગોપાલ કાબરા અને તેમના પરિવારના સભ્યોએ મુંબઈના વરલી વિસ્તારમાં રૂ. 198 કરોડના બે એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. મુંબઈમાં જે પ્રોજેક્ટમાં કાબરા પરિવારે આ એપાર્ટમેન્ટ્સ ખરીદ્યા છે તે ખૂબ જ વૈભવી છે.
એક સમયે ઈલેક્ટ્રીકલ સામાનની દુકાન ચલાવતા રામેશ્વર લાલ કાબરાના (Rameshwar Lal Kabra) પરિવારે મુંબઈમાં 198 કરોડ રૂપિયામાં બે એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. કાબરા પરિવાર વતી ગોપાલ કાબરા અને તેમના પરિવારે વર્લીમાં એક એપાર્ટમેન્ટ માટે રૂ. 198 કરોડમાં સોદો કર્યો છે. કાબરા પરિવાર ગુજરાતના વડોદરા સાથે સંકળાયેલો છે, જોકે વર્ષો પહેલા આ પરિવાર બાંગ્લાદેશથી નેપાળ અને પછી ભારત આવ્યો હતો. આ પછી રામેશ્વર લાલ કાબરાએ એક દુકાનમાંથી આરઆર કેબલ બ્રાન્ડની (RR Cable brand) સ્થાપના કરી. કાબરા પરિવારે ઓબેરોય થ્રી સિક્સ્ટી વેસ્ટમાં 13,809 ચોરસ ફૂટમાં ફેલાયેલા બે લક્ઝરી એપાર્ટમેન્ટ્સ લીધા છે.
આ ઓબેરોય રિયલ્ટીનો (Oberoi Realty)લક્ઝરી પ્રોજેક્ટ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને એપાર્ટમેન્ટ ઓબેરોય થ્રી સિક્સ્ટી વેસ્ટના 62મા માળે આવેલા છે. દસ્તાવેજો અનુસાર, આને 1.43 લાખ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટથી વધુના દરે વેચવામાં આવ્યા છે. કાબરા પરિવારે એપાર્ટમેન્ટ માટે રૂ. 7.29 કરોડની સ્ટેમ્પ ડ્યુટી અને રૂ. 60,000ની નોંધણી ફી ચૂકવી છે.
આ એપાર્ટમેન્ટ્સ કેવા છે?
બે એપાર્ટમેન્ટ યુનિટ પૈકી એક 7,167 ચોરસ ફૂટનું છે અને તેમાં પાંચ કાર પાર્કિંગની જગ્યાઓ છે. આ એપાર્ટમેન્ટ 62મા માળે આવેલું છે અને તેની કિંમત 102.76 કરોડ રૂપિયા છે. તે રાજેશ કાબરા અને મોનલ કાબરાના નામે નોંધાયેલ છે. આ જ ફ્લોર પરનું બીજું એપાર્ટમેન્ટ 6,642 ચોરસ ફૂટનું છે અને તેમાં પાંચ કાર પાર્કિંગની જગ્યા છે. તેની કિંમત 95.40 કરોડ રૂપિયા છે.
દસ્તાવેજો અનુસાર આ એપાર્ટેન્ટ કૃતિદેવી કાબરા અને ગોપાલ કાબરાએ ખરીદ્યા છે. જેમાં 10 કાર પાર્કિંગ સ્પેસનો સમાવેશ થાય છે. આરઆર ગ્લોબલના (RR Global)એમડી અને ગ્રૂપ પ્રેસિડેન્ટ ગોપાલ કાબરા પરિવારના વડા રામેશ્વર લાલ કાબરાના પુત્ર છે. અગાઉ, શાહિદ કપૂર અને તેની પત્ની મીરા કપૂરે આ વર્ષે મે મહિનામાં લગભગ રૂ. 60 કરોડમાં ઓબેરોય થ્રી સિક્સ્ટી વેસ્ટ પ્રોજેક્ટમાં 5,395 ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. RR કેબલ પાસે હવે સિલ્વાસા અને વાઘોડિયામાં ઉત્પાદન એકમો છે.
ઓબેરોય રિયલ્ટીનો (Oberoi Realty's) થ્રી સિક્સ્ટી વેસ્ટ ખૂબ જ પોશ પ્રોજેક્ટ છે. થ્રી સિક્સ્ટી વેસ્ટ વર્લીમાં સ્થિત છે. તે બે ટાવર ધરાવે છે. જેમાં 4 BHK અને 5 BHK યુનિટ છે. આ પ્રોજેક્ટમાં ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ અને પેન્ટહાઉસ પણ છે. એકમાં રિટ્ઝ-કાર્લટન હોટેલ છે. દરેક ઘરમાંથી અદભૂત સમુદ્રના નજારા જોવા મળે તે માટે પ્રોજેક્ટના બંને ટાવરને ડિઝાઈન કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન આધુનિક ટેક્નોલોજી સાથે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. પ્રોજેક્ટને 2022 માં તેનું ઓક્યુપેશન પ્રમાણપત્ર (occupation certificate)મળ્યું. સી-વ્યૂ પ્રોજેક્ટ (Sea View project) તેનું નામ કદાચ એટલા માટે પડ્યું છે કે તેની ઊંચાઈ 360 મીટર છે અને તમામ એપાર્ટમેન્ટ્સ પશ્ચિમ તરફ છે.