સિયાલદહ-રાજધાની એક્સપ્રેસ પર પથ્થરમારો, 6 મુસાફરો ઇજાગ્રસ્ત
સિયાલદહથી નવી દિલ્હી આવનારી રાજધાની એક્સપ્રેસ પર સોમવારે મોડી રાત્રે કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો, જેમાં ઓછામાં ઓછા 6 મુસાફરો ઇજાગ્રત થયા છે.
નવી દિલ્હી: સિયાલદહથી નવી દિલ્હી આવનારી રાજધાની એક્સપ્રેસ પર સોમવારે મોડી રાત્રે કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો, જેમાં ઓછામાં ઓછા 6 મુસાફરો ઇજાગ્રત થયા છે. સમાચાર એજન્સી એએનઆઇના અહેવાલ અનુસાર અસામાજિક તત્વોએ ટ્રેનના બે ડબ્બા પર પથ્થરમારો કર્યો, જેમાં ટ્રેનની બારીઓને નુકસાન પહોંચ્યું અને લગભગ 6 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ગયા જંકશનમાં ઘાયલ મુસાફરોની પ્રાથમિક સારવાર કરવામાં આવી અને ટ્રેનના કાચ બદલવામાં આવ્યા. જોકે ટ્રેન પર પથ્થરમારો કેમ કરવામાં આવ્યો તે અંગે હજુ તપાસ ચાલુ છે.