નવી દિલ્હીઃ બજાર નિયામક સેબીના પ્રમુખ માધબી પુરી બુચ સતત વિવાદોમાં ઘેરાઈ રહ્યાં છે. એક વિવાદ શાંત થાય છે તો બીજો વિવાદ શરૂ થઈ ગાય છે. હવે તેમના પર ઓફિસમાં માહોલ ખરાબ કરવા, સાથે કામ કરનાર લોકો પર ખરાબ વર્તન કરવા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા જેવા ગંભીર આરોપ લાગ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેબીના અધિકારીઓએ સરકારે કરી ફરિયાદ
ઈટીના એક રિપોર્ટ અનુસાર સેબી ચેરપર્સન પર આ આરોપ સેબીના જ અધિકારીઓએ લગાવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સેબીના અધિકારીઓએ નિયામકના પ્રમુખ માધબી પુરી બુચના ખરાબ વ્યવહારની ફરિયાદ સરકારને કરી છે અને કામનો માહોલ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. સેબીના અધિકારીઓએ આ ફરિયાદ પાછલા મહિને નાણા મંત્રાલયને કરી હતી. 


કર્મચારીઓ સાથે કરે છે ખરાબ વ્યવહાર
રિપોર્ટ અનુસાર સેબીના અધિકારીઓએ નાણા મંત્રાલયને પત્ર લખી પોતાની ફરિયાદથી માહિતગાર કર્યાં છે. તેમનું કહેવું છે કે માધબી પુરી બુચ ટોક્સિસ વર્ક કલ્ચરને પ્રોત્સાહન આપે છે. તેમના કાર્યકાળ દરમિયાન મીટિંગમાં લોકો પર બૂમો પાડવી અને તેમને બધાની સામે અપમાનિત કરવા એ સામાન્ય બની ગયું છે. જોકે, સેબીનું કહેવું છે કે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે.


આ પણ વાંચો- રિસર્ચમાં ખુલાસો: ગુજરાતમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરે આટલી તબાહી કેમ મચાવી?


હિંડનબર્ગના ખુલાસાથી શરૂ થયો વિવાદ
માધબી પુરી બુચ છેલ્લા એક મહિનાથી સતત વિવાદોમાં છે. સૌથી પહેલા તેનું નામ વિવાદોમાં ત્યારે આપ્યું હતું, જ્યારે અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ખુલાસો કર્યો હતો કે સેબી પ્રમુખ અને તેના પતિના અદાણી ગ્રુપની સાથે કોમર્શિયલ સંબંધ છે. પરંતુ માધબી પુરી બુચ અને તેના પતિએ હિંડનબર્ગના આરોપોને નકાર્યા હતા. અદાણી ગ્રુપે પણ પ્રતિક્રિયા આપતા સેબી પ્રમુખની સાથે કોઈ પ્રકારના કોમર્શિયલ રિલેશન હોવાનો ઈનકાર કર્યો હતો.


ભ્રષ્ટાચારના લગાવવામાં આવ્યા આરોપ
તાજેતરમાં તેમની ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે. ઝી ગ્રુપના ફાઉન્ડર સુભાષ ચંદ્રાએ મંગળવારે આ આરોપ લગાવ્યો હતો. તે પહેલા વિપક્ષી પાર્ટીઓએ માધબી પુરી બુચને તેના ભૂતપૂર્વ એમ્પ્લોયર ICICI બેંક પાસેથી મળેલા વળતર અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.


ફરિયાદ પર 500 કર્મચારીઓની સહી
નવા વિવાદની વાત કરીએ તો ઈટીના દાવો છે કે તેમણે 6 ઓગસ્ટે સેબીના અધિકારીઓ દ્વારા નાણામંત્રાલયને મોકલવામાં આવેલો પત્ર જોયો છે, જેમાં સેબી પ્રમુખ પર કામકાજનો માહોલ ખરાબ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેને લઈને ઈટીએ સેબીનો સંપર્ક કર્યો તો ઈમેલ દ્વારા જણાવવામાં આવ્યું કે સેબીના કર્મચારીઓના મુદ્દાનું નિરાકરણ આવી ગયું છે. રિપોર્ટ અનુસાર મંત્રાલયને મોકલેલી ફરિયાદમાં લગભગ 500 કર્મચારીઓના હસ્તાક્ષર છે.