મુંબઈઃ પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવાના આરોપમાં ફસાયેલા કારોબારી રાજ કુન્દ્રા (Raj Kundra) વિરુદ્ધ હવે SEBI એ પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે. SEBI એ રાજ કુન્દ્રા, તેની પત્ની શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને કુન્દ્રાની વિવાન ઇન્ડસ્ટ્રી પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી આપવામાં વિલંબનો આરોપ
સૂત્રો પ્રમાણે પ્રિવેન્શન ઓફ ઇનસાઇડર ટ્રેડિંગના નિયમો હેઠળ સેબીએ રાજ કુન્દ્રા  (Raj Kundra)  અને શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પર આ પગલું ફર્યું છે. તેના પર પ્રિફરેંશયલ અલોટમેન્ટની જાણકારી આપવામાં વિલંબ કરવાનો આરોપ છે. કપલને પેનલ્ટી જમા કરવા માટે 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ અસમ-મિઝોરમ સરહદ વિવાદનો આવશે ઉકેલ, MHA ની બેઠકમાં મહત્વનો નિર્ણય, પેરામિલિટ્રી તૈનાત  


ટ્રાન્ઝેક્શનની સમય પર ન આપી માહિતી
જાણકારી પ્રમાણે 2.57 કરોડ રૂપિયાના શેરોનું પ્રિફરેન્શિયલ અલોટમેન્ટ 2015માં થયું હતું. તે સમયે 10 લાખ રૂપિયાથી વધુ મૂલ્યના શેર હતા. તેવામાં ડિસ્ક્લોઝર જરૂરી હતું. નિયમો હેઠળ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ ટ્રાન્ઝેક્શનના 2 ટ્રેડિંગ દિવસમાં જણાવવાનું હતું પરંતુમે 2019માં ડિસ્ક્લોઝર આપવામાં આવ્યું. 


બંનેને જારી થયા હતા 2.57 લાખ શેર
કુલ પાંચ લાખ શેરોમાંથી 2.57 લાખ શેર આ બંનેને જારી થયા હતા. બંનેને કંપનીના 1.28 લાખ, 1.28 લાખ પ્રિફરેન્શિયલ શેર જારી થયા હતા. તેને વિયાન ઇન્ડસ્ટ્રીમાં  25.76-25.76% ભાગ અને કુલ 51.51 % ભાગીદારી મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube