નવી દિલ્હી: નોવેલ કોરોના વાઈરસ (novel coronavirus) ભારતમાં પ્રવેશી ચૂક્યો છે. કોરોના વાઈરસ ( Coronavirus) નો બીજો પોઝિટિવ કેસ કેરળ (Kerala) માં સામે આવ્યો છે. કહેવાય છે કે દર્દી હાલમાં જ ચીનથી પાછો ફર્યો છે. આ અગાઉ પણ તે ચીન જઈ ચૂક્યો છે. દર્દીને હાલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. ડોક્ટરોની ટીમ તેની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. નોંધનીય છે કે કોરોના વાઈરસનો પહેલો કેસ પણ કેરળમાં જ સામે આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ પહેલો મામલો 30 જાન્યુઆરીના રોજ કેરળના ત્રિશુરમાં સામે આવ્યો હતો. પીડિત વિદ્યાર્થીની ગત અઠવાડિયે જ વુહાન વિશ્વ વિદ્યાલયથી પાછી ફરી હતી. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે કે શૈલજીએ શુક્રવારે જાણકારી આપતા કહ્યું હતું કે રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે એક મેડિકલ બોર્ડ બનાવ્યું છે જે આવા કેસોની સમીક્ષા કરી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી કે કે શૈલજાએ ત્રિશુરમાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી. શૈલજાએ કહ્યું હતું કે વિદ્યાર્થીની હાલત સ્થિર છે. સારવારની અસર તેના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. અમે એક મેડિકલ બોર્ડની રચના કરી છે અને દરરોજ સાંજે બુલેટિન બહાર પાડવામાં આવશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube