પંક્ચર કરનારનો પુત્ર આ પોશ વિસ્તારમાંથી બીજીવાર બન્યો MLA, પહેલાંથી વધુ વોટ મળ્યા
દિલ્હી વિધાનસભા ચુંટણી (Delhi Assembly election 2020)માં જંગપુરા સીટ પરથી AAPના વિજયી ઉમેદવાર પ્રવીણ કુમાર ખુબ ચર્ચામાં છે. ચર્ચાના લીધે તેમની સતત બીજી જીત છે પરંતુ તેમનું સંઘર્ષ ભરેલું જીવન છે.
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચુંટણી (Delhi Assembly election 2020)માં જંગપુરા સીટ પરથી AAPના વિજયી ઉમેદવાર પ્રવીણ કુમાર ખુબ ચર્ચામાં છે. ચર્ચાના લીધે તેમની સતત બીજી જીત છે પરંતુ તેમનું સંઘર્ષ ભરેલું જીવન છે.
પ્રવીણ ભોપાલના રહેનાર અને એકદમ સાધારણ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતાની ભોપાલમાં પંક્ચરની દુકાન છે. એમબીએનો અભ્યાસ કરનાર પ્રવીણ દિલ્હીમાં કંઇક બનવાનું સપનું સપનું લઇને આવ્યા હતા. પરંતુ આ દરમિયાન ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અન્ના આંદોલન શરૂ થઇ ગયું અને તે તેમાં સામેલ થઇ ગયો. એટલું જ નહી તેમની જીંદગી તે રસ્તા પર ચાલવા લાગી જેણે ધારાસભ્ય સુધી પહોંચાડી દીધો.
આમ આદમી પાર્ટીએ તેમને 2015માં જંગપુરા સીટ પરથી ઉતારવામાં આવ્યો હતો. આ સીટ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. 1993, 1998, 2003, 2008, 2013ની ચુંટણીમાં અહીંથી કોંગ્રેસે જીત નોંધાવી હતી. તો બીજી તરફ ભાજપ પણ આ સીટ પર ખૂબ મહેનત કરી રહી હતી અને તેમનો વોટ શેર વધી રહ્યો હતો. આવી સ્થિતિમાં પહેલીવાર ચુંટણી લડી રહેલા પ્રવીણ કુમારનું જીતવું એકદમ મુશ્કેલ ગણવામાં આવી રહ્યું હતું પરંતુ ચુંટણી પરિણામે બધાને આશ્વર્યમાં મુકી દીધા. પ્રવીણ કુમારે જીત પ્રાપ્ત કરી અને તેમને 48.11% વોટ મળ્યા.
2020માં પ્રવીણની જીતનો સિલસિલો યથાવત રહ્યો અને તેમને મળેલ વોટ શેર પણ વધી ગયો. આ વખતે તેમને 50.88% વોટ મળ્યા. પ્રવીણ હવે ધારાસભ્ય બની ગયા પરંતુ તેમના પિતાએ તેમનું કામ છોડ્યું નથી અને તે આજે પણ ભોપાલમાં પોતાની પંક્ચરની દુકાન ચલાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube