કલમ 144 અને કર્ફ્યુ વચ્ચે શું હોય છે અંતર? સરળ શબ્દોમાં જાણો
કોઈપણ વિસ્તારમાં જયારે હિંસા ફાટી નીકળે છે, ત્યારે તે કિસ્સામાં સ્થિતિને નિયંત્રિત કરવા માટે કલમ 144 લાગવવામાં આવે છે. આ અંતર્ગત આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. સાથે જ એક પોસ્ટર લગાવીને લોકોને સૂચવવામાં પણ આવે છે કે વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ દેશમાં ઘણી વખત સંપ્રદાયિક તણાવની વચ્ચે હિંસાની ઘટના જોવા મળે છે. ત્યારે પોલીસ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે કલમ 144 લગાવે છે. આ ઉપરાંત સ્થિતિ કાબૂ બહાર જતી દેખાય તો કર્ફ્યૂ પણ લગાડે છે. પરંતુ શું તમે કલમ 144 અને કર્ફ્યૂ વચ્ચેનું અંતર જાણો છો? જો ના જાણતા હોવ તો તમારે આ જાણકારી મેળવી લેવાની જરૂર છે. આજે અમે આપને આ લેખના માધ્યમથી બંને વચ્ચે અંતર જણાવીશું. ભારતના કાયદાઓ અંગે પણ આપણી પાસે સામાન્ય જાણકારી હોવી આશક્ય છે.
શું હોય છે કલમ 144?
કોઈપણ વિસ્તારમાં જયારે હિંસા ફાટી નીકળે છે, ત્યારે તે કિસ્સામાં સ્થિતિને નિયંત્રિત કરવા માટે કલમ 144 લાગવવામાં આવે છે. આ અંતર્ગત આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. સાથે જ એક પોસ્ટર લગાવીને લોકોને સૂચવવામાં પણ આવે છે કે વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કલમ 144 લાગુ થવા પર આ વિસ્તારમાં પાંચથી વધુ લોકોને ભેગા થવાની મંજૂરી નથી હોતી. જોકે, તમે પાંચથી ઓછા લોકો સાથે વિસ્તારમાં નીકળી શકો છો. પરંતુ, જો તમે પાંચથી વધુ લોકો થયા અથવા કોઈ ભીડનો હિસ્સો બનો છો, તો તમને વિસ્તારમાં તૈનાત પોલીસ કર્મચારીઓ દ્વારા અટકાવવામાં આવી શકે છે. જો વિસ્તારમાં પાંચ વ્યક્તિથી વધુનું જૂથ બને છે અને તે હિંસા ભડકાવવામાં સામેલ હોય છે તો આ નિયમોનું ઉલ્લંઘન હોય છે. આવામાં આરોપી વ્યક્તિને ત્રણ વર્ષ માટે સજા પણ થઈ શકે છે.
શું હોય છે કર્ફ્યુ.
કર્ફ્યુ કોને કહેવાય?
કેટલીક વિશેષ અને ગંભીર પરિસ્થિતિઓમાં વહીવટીતંત્ર તરફથી કર્ફ્યુ લાદવા જેવા નિર્ણયો લેવામાં આવે છે. જેમાં આ વિસ્તારને સંપૂર્ણપણે કેન્ટોનમેન્ટમાં ફેરવી દેવામાં આવે છે. સાથે જ બધા લોકોને ઘરોમાં રહેવા માટે નિર્દેશ આપવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિને ઘરથી બહાર નીકળવાની મંજૂરી નથી હોતી.
જો કોઈ વ્યક્તિ પરવાનગી વગર ઘરથી બહાર નીકળે છે, તો સ્થાનિક પોલીસ વ્યક્તિને જેલ પણ મોકલી શકે છે. જોકે, જો કોઈ ઇમરજન્સી સ્થિતિ છે, તો તે કિસ્સામાં વ્યક્તિને છૂટ આપવામાં આવી શકે છે.
કર્ફ્યુમાં આ વિસ્તારમાં તમામ પ્રકારની સેવાઓ બંધ કરી દેવામાં આવે છે. અહીં સુધી કે વિસ્તારમાં હાજર કરિયાણાની દુકાનો, શાકભાજી અને દૂધની દુકાનો પણ બંધ કરવામાં આવે છે. આ ઉપરાંત તમામ પ્રકારની સેવાઓ પણ બંધ થઈ જાય છે. જોકે, આ વિસ્તારમાં માત્ર હોસ્પિટલ જ ખુલ્લા રાખવામાં આવે છે.