શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા કારણોને લીધે જી-20 ટૂરિઝ્મ વર્કિંગ સંમેલનના કાર્યક્રમમાં અંતિમ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. હકીકતમાં ઇનપુટ મળ્યું હતું કે આતંકી સંગઠનોએ ગુલમર્ગમાં જી-20 દરમિયાન 26/11 જેવા હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. એક રિપોર્ટ પ્રમાણે સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના નિર્દેશ પર આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પોશ હોટલમાં કામ કરનાર એક ઓવર-ગ્રાઉન્ડ વર્કરની અટકાયત કરવામાં આવી, જેના ખુલાસા બાદ આ ફેરફાર કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાવચેતીના ભાગ રૂપે જી-20 આયોજન સ્થળની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ વચ્ચે કાશ્મીર પોલીસે ઘાટીમાં જી-20 બેઠકને લઈને ફેલાવવામાં આવેલી અફવા વિરુદ્ધ પગલા  ભર્યા છે. તેને લઈને કેટલાક શંકાસ્પદ આંતરરાષ્ટ્રીય મોબાઇલ નંબરો વિરુદ્ધ પબ્લિક એડવાઇઝરી જારી કરવામાં આવી છે. OGW એવા લોકો છે જે આતંકીઓને હથિયાર, રોકડ, રહેવા જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદ કરે છે. આ રીતે જમ્મુ-કાશ્મીરમાં હિઝ્બ-ઉલ મુઝાહિદીન અને જૈશ-એ-મોહમ્મદ જેવા ઉગ્રવાદી સંગઠનો માટે કામ કરે છે. 


ફારૂક અહમદ વાનીએ કર્યા ઘણા ખુલાસા
સુરક્ષા દળોએ એપ્રિલ મહિનામાં ફારૂક અહમદ વાની નામના એક શંકાસ્પદની ધરપકડ કરી હતી. આ ધરપકડ જી-20 પહેલાં ભરવામાં આવી રહેલાં પગલા હેઠળ થઈ હતી. વાની બારામૂલાના હૈગામ સોપોરનો રહેવાસી છે, જે એક જાણીતી ફાઇવ સ્ટાર હોટલમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. સૂત્રો પ્રમાણે જે ઓજીડબ્લ્યૂ તરીકે આતંકી સંગઠનો સાથે જોડાયેલો હતો. સાથે તે સરહદ પાર આઈએસઆઈના અધિકારીઓ સાથે સંપર્કમાં હતો. પૂછપરછ બાદ વાનીએ ઘણા ખુલાસા કર્યા હતા. 


આ પણ વાંચોઃ શું તમારે પણ લગ્નમાં મંગાવવું છે Helicopter? તો જાણી લો કેટલો થાય છે ખર્ચ


હોટલમાં ઘૂસીને હુમલાનો પ્લાન
ફારુક અહેમદ વાનીએ જણાવ્યું કે આતંકવાદીઓનો ઉદ્દેશ્ય હોટલમાં ઘૂસીને વિદેશીઓ સહિત ત્યાં હાજર લોકોને નિશાન બનાવવાનો હતો. જેવી રીતે મુંબઈ હુમલા વખતે આતંકવાદીઓએ તાજ હોટલમાં ગોળીબાર કર્યો હતો અને પછી લોકોને બંધક બનાવ્યા હતા. રિપોર્ટ અનુસાર, OGWએ કહ્યું કે આતંકવાદીઓ કાશ્મીરમાં G-20 સમિટ દરમિયાન એક સાથે 2-3 જગ્યાઓ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ ખુલાસા બાદ સમગ્ર કાશ્મીર (ખાસ કરીને શ્રીનગર)માં તમામ પ્રકારની ગતિવિધિઓ પર સીસીટીવી અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.


શંકાસ્પદોની જાણકારી મેળવવા સર્ચ ઓપરેશન
બીજી બાજુ, જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પૂંછમાં એક સંત્રીએ શનિવારે મોડી રાત્રે શંકાસ્પદ હિલચાલ જોયા અને ગોળીબાર કર્યો, જેના પગલે સેનાએ રવિવારે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અધિકારીઓએ જણાવ્યું કે સવારે 3 વાગે સંત્રી ડ્યુટી પરના જવાને મેંધર સેક્ટરમાં કેરી કેમ્પમાં શંકાસ્પદ ગતિવિધિની જાણ કર્યા બાદ ગોળીબાર કર્યો, જેમાં કોઈને ઈજા થઈ ન હતી. તેમણે કહ્યું કે શંકાસ્પદ વ્યક્તિએ જવાબી કાર્યવાહી કરી ન હતી, પરંતુ સેનાએ આ વિસ્તાર અને નજીકના જંગલમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે જેથી કોઈ આતંકવાદી ત્યાં હાજર નથી. અધિકારીઓએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ છે.


આ પણ વાંચોઃ પોલીસ ચલાનથી બચવું હોય તો અપનાવો આ સરળ ટિપ્સ, નહીં ભરવો પડે એક રૂપિયો!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube