જમ્મુ - કાશ્મીરથી ઘુસ્યા 20 આતંકવાદીઓ: ફિદાયીન હૂમલાની આશંકાએ એલર્ટ
શ્રીનગરમાંથી 20 જેટલા આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરી કરી હોવાનાં ઇન્ટેલિજન્સ રિપોર્ટ બાદ દિલ્હીમાં પણ એલર્ટ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હૂમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુપ્ત સુત્રો અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં રાજ્યમાં સુરક્ષા દળો પર આતંકવાદી હૂમલો થઇ શકે છે. રિપોર્ટ અનુસાર જમ્મુ -કાશ્મીરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર તરફથીઆશરે 20 આતંકવાદીઓ ઘૂસણખોરી કરી ચુક્યા છે. આ સમાચાર બાદ રાજધાની દિલ્હીને પણ એલર્ટ કરી દેવાઇ છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. આતંકવાદી કોઇ મોટો હૂમલો કરવાની ફિરાકમાં છે.
આગામી બે-ત્રણ દિવસમાં સેના અથવા તેના અન્ય સ્થાનો પર ફિદાયીન હૂમલો થાય તેવી શક્યતાઓ છે. તે ઉપરાંત સુરક્ષાદળોએ અહીં પણ શંકા વ્યક્ત કરી છે કે આ હૂમલો હીટ એન્ડ રન ટાઇપનો પણ હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, રમઝાન મહિનામાં ભારત સરકાર દ્વારા કાશ્મીરમાં નરમ વલણની જાહેરાત કરવામાં આવી છે. જેનાં કારણે આતંકવાદી ગતિવિધિઓમાં અચાનક જ વધારો થઇ ગયો છે.
બુધવારે જ આર્મીનીપેટ્રોલિંગ પાર્ટી પર હૂમલો કરનાર બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. ઘૂસણખોરી કરનારા મોટા ભાગનાં લોકોમાં જૈશ એ મોહમ્મદ સાથે સંબંધ ધરાવતા હોવાનું જણાવાઇ રહ્યું છે. સુંજવાન અને પઠાણકોટ હૂમલામાંથી શીખી ચુકેલ સેનાએ આ વખતે કોઇ પણ ભુલ નહી કરવાનો નિર્ણય લીધો છે અને તમામ પેટ્રોલિંગ પાર્ટી અને ચોકીઓ ઉપરાંત અન્ય કેટલાક સ્થળો પર પણ એલર્ટ કરી દીધું છે. આશંકા છે કે કોઇ આતંકવાદી હૂમલો કરીને ભાગવા અથવા આત્મઘાતી હૂમલાનો પ્રયાસ થઇ શકે છે.