પર્યાવરણની સુરક્ષા દેશ માટે સૌથી મોટો અને ગંભીર પડકાર: PM મોદી
આપણે પર્યાવરણ મુદ્દે જે રસ્તો પસંદ કર્યો છે તે ન માત્ર આપણું કલ્યાણ નિર્ધારીત કરસે, પરંતુ આપણી આગામી પેઢીને પણ ખુશહાલ કરશે
નવી દિલ્હી : પર્યાવરણ સુરક્ષાને ગંભીર પડકાર ગણાવતા વડાપ્રધાન મોદીએ આ મુદ્દે જાગૃતતા લાવવાનું આહ્વાન કર્યું અને કહ્યું કે, પર્યાવરણ સાથે જોડાયેલા વિષયો પર સંશોધન અને નવસંચારને પ્રોત્સાહન આપવું જરૂરી છે. વડાપ્રધાન મોદીએ કેટલાક દૈનિક સમાચાર પત્રોમાં બુધવારે પ્રકાશિત થયેલા એક સ્તંભમાં કહ્યું છે કે લોકોને પર્યાવરણ સંબંધિત પ્રશ્નો પર યથાસંભવ વાતચીત કરવા, લખવા તથા ચર્ચા કરવાની જરૂર છે. આ સાથે જ પર્યાવરણ સંબંધિત વિષયો પર સંશોધન અને નવાચારને પ્રોત્સાહન કરવું પણ ખુબ જ જરૂરી છે. આ પ્રકારે મહત્તમ લોકોને આપણા સમયના ગંભીર પડકારોને જાણવા અને તેને દુર કરવા માટેનાં પ્રયાસો અંગે વિચારવા માટેની તક મળશે.
વધતી જરૂરિયાતોના કારણે પર્યાવરણનું અસંતુલન થયું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, માનવ અને પ્રકૃતિ વચ્ચે વિશેષ સંબંધ રહ્યા છે. પ્રારંભિક સભ્યતાઓ નદીના કિનારે વિકસિત થઇ. વડાપ્રધાને કહ્યું કે, પ્રકૃતિની સાતે સૌહાર્દપુર્ણ રીતે રહેનારા સમાજ વિસ્તર્યા અને સમૃદ્ધ થયા. માનવ સમાજ આજે એક મહત્વપુર્ણ ચાર રસ્તા પર ઉભો છે. આપણે જે રસ્તો પસંદ કરીશું તે ન માત્ર આપણા કલ્યાય પસંદ કરશે પરંતુ અમારી પછી આ ગ્રહ પર આવનારી પેઢીઓને પણ ખુશહાલ કરશે. તેમણે કહ્યું કે, લાલચ અને જરૂરિયાતોની વચ્ચે અસંતુલન થવાના કારણે પર્યાવરણમાં પણ અસંતુલન પેદા થઇ રહ્યું છે.
ગ્લોબલ વોર્મિંગનું આહ્વાન
વડાપ્રધાને ચેતવણી આપતા કહ્યું કે, લોકો કાં તો તેનો સ્વિકાર કરી શકે છે અથવા તો પછી સુધારાનાં ઉપાય કરી શકે છે. તેમણે કહ્યું કે, તેવા સમયમાં જ્યારે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની વાત થઇ રહી છે. ભારતે આ મુદ્દે ન્યાયનું આહ્વાન કર્યું છે. વડાપ્રધાને કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગ ન્યાયનો અર્થ છે સમાજનાં ગરીબ અને હાશીયામાં ઉભા રહેલા લોકોનાં અધિકારો અને હિતો સાથે જોડાયેલો છે જે ગ્લોબલ વોર્મિંગની સૌથી વધારે પ્રભાવિત છે.
ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ
વડાપ્રધાન મોદીને સંયુક્ત રાષ્ટના ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે ઉલ્લેખ કરતા કહ્યું કે, તેઓ આ એવોર્ડ પ્રાપ્ત કરીને અત્યંત અભિભુત છે પરંતુ તેમને લાગે છે કે આ પુરસ્કાર કોઇ એક વ્યક્તિ માટે નથી. આ પુરસ્કાર કોઇ એક વ્યક્તિ માટે નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને તે મુલ્યોની સ્વીકૃતિ છે. જેને હંમેશા પ્રકૃતીની સાથે સૌહાર્દની સાથે રહેવા અંગે બળ પ્રયોગ કર્યો છે. વડાપ્રધાને લખ્યું કે, ગ્લોબલ વોર્મિંગ મુદ્દે ભારતની સક્રિય ભુમિકાને માન્યતા મળવા ઉપરાંત તેની સરાહનાં થવી તે પણ પ્રત્યેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે.