રોહિંગ્યા-જમાત કનેક્શનથી વધ્યું સંકટ, જમ્મુમાં રોહિંગ્યાના કેમ્પ કોરોના હોટસ્પોટ જાહેર
જમ્મૂ; રોહિંગ્યા અને જમાતના પરસ્પરના સંબંધોના ખુલાસો થયા બાદ જમ્મૂના જે વિસ્તારમાં રોહિંગ્યા રહે છે. તે સમગ્ર વિસ્તારમાં તંત્રએ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે. લગભગ 1 લાખની આબાદીવાળા ભઠિંડી-સુંજવા વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.
આ વિસ્તારને સંપૂર્ણ રીતે સીલ કરી અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. વિસ્તારની લંબાઈ અને પહોળાઈને જોતા ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા આ વિસ્તારની રોહિંગ્યા મસ્જિદથી 10 રોહિંગ્યા મુસ્લિમોને તંત્રએ ઝડપી ક્વોરન્ટાઈન સેન્ટર મોકલ્યા હતા.
જમાત સાથે સંબંધ રાખનાર રોહિંગ્યા તબલીગી જમાતના હૈદરાબાદ, નિઝામુદ્દીન અને હરિયાણા મરકઝોની મજલિસમાં ભાગ લઇ જમ્મૂ આવ્યા હતા. તેમાંથી 2 હૈદરાબાદના રોહિંગ્યા હતા. આ લોકો જમ્મૂના ભઠિંડી વિસ્તારમાં સ્થળ બદલી બલદીને રહેતા હતા.
તેના થોડા દિવસ બાદ જ ભઠિંડીના ફિરદૌસાબાદ મસ્જિદથી તંત્રએ જમાતના 22 લોકોને ઝડપી પાડ્યા હતા. જેમાંથી 9 કોરોના પોઝિટિવ આવ્યા હતા. રોહિંગ્યા અને જમાતના સંબંધો એટલા માટે પણ જોવામાં આવી રહ્યાં છે કેમ કે, જમ્મૂમાં રોહિંગ્યા મદરેસાના તબલીગી જમાતના લોકો જ ફંડ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube