મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) ના પાટનગર મુંબઈના આઝાદ મેદાનમાં પહેલી ફેબ્રુઆરીએ શરજીલ ઈમામના સમર્થનમાં નારા લગાવનારા વિરુદ્ધ પોલીસે  દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. ઉર્વશી ચૂડાવાલા સહિત અન્ય લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે. એક્ટિવિસ્ટ ઉર્વશી અને 50 અન્ય લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 124એ (દેશદ્રોહ), 153બી, 505, 34 હેઠળ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ. 


શનિવારે મુંબઈના આઝાદ મેદાનમાં મુંબઈ પ્રાઈડ સોલિડેરિટી ગેધરિંગ 2020 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોએ દેશદ્રોહના આરોપી શરજીલ ઈમામના સમર્થનમાં નારેબાજી કરી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકોના હાથમાં પ્લેકાર્ડ અને બેનર છે અને તેઓ નારેબાજી કરી રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube