નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર ગુરૂવારે સમાપ્ત થઇ ગયું. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત વિપક્ષના ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી. પીએમ મોદીની વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર રહ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષી નેતાઓએને મળ્યા પીએમ મોદી
જે નેતાઓ સાથે પીએમએ મુલાકાત કરી તેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ઉપરાંત સપા સંસ્થાપક મુલાયમ સિંહ, ટીઆર બાલૂ, ફારૂક અબ્દુલા, અધીર રંજન ચૌધરી વગેરે સામેલ રહ્યા. તમને જણાવી દઇએ કે સંસદ બજેટ સત્ર માટે લોકસભાની કાર્યવાહી ગુરૂવારે અનિશ્વિતકાળ માટે સ્થગિત કરવામાં આવે. 


આ તસવીરને લોકસભા સ્પીકરે શેર કરતાં લખ્યું 'લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત થયા બાદ તમામ પક્ષોના નેતાઓને આગ્રાહ કર્યો કે સદનની ગરીમાને વધારવા અને ચર્ચા સંવાદના સ્તરને વધુ ઉંચે ઉઠાવવા માટે સામૂહિક પ્રયત્નોની જરૂર છે. આશા છે કે તમામ પક્ષ તેમાં સક્રિય ભાગ આપે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube