Seema Haider Sachin Meena romantic video: છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનથી પોતાના ભારતીય પ્રેમી સચિન મીણાને મળવા માટે ભારત આવી ગયેલી સીમા હૈદર હાલ ખુબ ચર્ચામાં છે. મીડિયામાં પણ તેના ઈન્ટરવ્યું જોવા મળ્યા. પરંતુ હવે તેણે મીડિયાથી અંતર જાળવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુ સમય આપવાનું નક્કી કરી દીધુ છે. સીમા હાલ તો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની દુનિયામાં ખુબ બીઝી છે. અહીં તેણે એક એવો પ્રાઈવેટ વીડિયો શેર કર્યો છે જેના પર યૂઝર્સના અજીબોગરીબ રિએક્શન આવી રહ્યા છે. સીમા હૈદરના વીડિયો વિશે કહેવાઈ રહ્યું છે કે સીમાએ પતિ સચિન સાથે પોતાના રોમેન્ટિક વીડિયોને શેર કરવાનું હવે શરૂ કરી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સીમા હૈદર અને સચિન મીણાના આ પ્રાઈવેટ વીડિયોમાં સીમા અને સચિન એકબીજાની બાહોમાં જોવા મળી રહ્યા છે. કેટલાક વીડિયોમાં તો સીમા સચિનના વાળમાં હાથ ફેરવતી જોવા મળે છે. 



અન્ય એક વીડિયોમાં સીમાએકહ્યું કે આ વીડિયો એ બળતરા પાકિસ્તાનીઓ માટે છે જે અમારું ખરાબ ઈચ્છે છે. લોકો ભલે ગમે તે કરી લે, ભલે છાતી પીટે કે રડે કે કોઈ પણ આરોપ લગાવી લે. મારા અને સચિન વચ્ચે કશું જ બદલવાનું નથી. સીમાએ એમ પણ કહ્યું કે તે હંમેશા ભારતમાં એક હિન્દુ મહિલા બનીને પતિ સચિન સાથે રહેશે. હવે સોશયિલ મીડિયા પર આ વીડિયો ઉપર પણ ખુબ રિએક્શન આવી રહ્યા છે.