સેમી હાઈસ્પીડ લક્ઝુરિયસ ટ્રેન મુસાફરોની પહેલી પસંદ બની, સતત 129 દિવસથી વંદે ભારત ટ્રેન હાઉસફુલ
Vande Bharat Train: 1 ઓક્ટોબરથી વંદે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી એટલે કે 129 દિવસથી હાઉસફુલ જઈ રહી છે... વધારામાં રોજનું 200 લોકોનું પણ વેઈટિંગ હોય છે.
Vande Bharat Train: અમદાવાદ-મુંબઈ વંદે ભારતને સફળતા મળી રહી છે. આ ટ્રેન મુસાફરોની પહેલી પસંદગી બની ગઈ હોય તેવું લાગે છે. કેમ કે 1 ઓક્ટોબરથી વંદે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી એટલે કે 129 દિવસથી હાઉસફુલ જઈ રહી છે. વધારામાં રોજનું 200 લોકોનું પણ વેઈટિંગ હોય છે.
શતાબ્દી એક્સપ્રેસમાં બુકિંગ કરતાં મળી જાય છે ટિકીટ:
વંદે ભારત ટ્રેનની પાછળ ઉપડતી શતાબ્દી એક્સપ્રેસ પણ સામાન્ય રીતે ફૂલ રહે છે. પરંતુ તેમાં એક અઠવાડિયા પહેલા ટિકીટ બુક કરાવતાં મળી જાય છે. પરંતુ વંદે ભારત એક્સપ્રેસમાં સીટ મળવી પણ મુશ્કેલ હોય છે.
આ પણ વાંચો:
પાણી કરતાં પણ સસ્તા ભાવે મળે છે વ્હિસ્કી, બીયર કિંમત જોઇને છક્ક થઇ જશો
દેશની એક એવી નદી જેના પાણીના સ્પર્શ કરવાથી પણ ડરે છે લોકો, કારણ જાણી ચોંકી જશો
તમારી પાસે 10 રૂપિયાની આ નોટ છે? ફટાફટ કરો ચેક...એક જ ઝટકે બની જશો અમીર!
5.40 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડે છે વંદે ભારત ટ્રેન:
પશ્વિમ રેલવેએ અમદાવાદ-મુંબઈ વચ્ચે પેસેન્જરોની સુવિધા માટે લક્ઝુરિયસ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન બાદ વંદે ભારત ટ્રેન શરૂ કરી છે. બંને ટ્રેનના ઉપડવાના સમયમાં માત્ર 20 મિનિટનું અંતર છે. બંને ટ્રેનની દોડવાની ક્ષમતા પણ 130 કિલોમીટરની છે. તેમ છતાં વંદે ભારત અમદાવાદથી 5.40 કલાકમાં મુંબઈ પહોંચાડે છે. જ્યારે શતાબ્દી એક્સપ્રેસ 6.55 કલાકનો સમય લે છે.
વંદે ભારતને કયા મહિનામાં કેટલા મુસાફર મળ્યા:
ઓક્ટોબરમાં 70,264 મુસાફર
નવેમ્બરમાં 79.057 મુસાફર
ડિસેમ્બરમાં 76,978 મુસાફર
જાન્યુઆરીમાં 52,020 મુસાફર
આ પણ વાંચો:
The Fastest Running Animal: જમીન પર રહેતા પ્રાણીઓમાં કોણ છે રફતારનો શહેનશાહ?
ઓ બાપ રે! 1200 કરોડમાં 23 ફ્લેટ વેચાયા, દેશનો સૌથી મોટો સોદો આ શહેરમાં થયો
વંદે ભારતની સ્પીડ કલાકના 160 કિમી કરાશે:
અમદાવાદ મુંબઈ વચ્ચે હાલમાં 70થી 110 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડી રહી છે. જ્યારે સૌથી વધુ ઝડપ 130 કિલોમીટરની વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસની છે. ત્યારે આ ટ્રેનની ઝડપ વધારી શકાય તે માટે હાલ સંપૂર્ણ રૂટ પર આવતાં વળાંક ઘટાડવાની સાથે જૂના ટ્રેક બદલવામાં આવી રહ્યા છે. જેના પગલે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી તમામ ટ્રેનની સ્પીડ 80થી 160 કિલોમીટરની કરી દેવાશે. જેમાં શતાબ્દી એક્સપ્રેસ અને વંદેભારત એક્સપ્રેસ મહત્તમ 160 કિમની ઝડપે દોડશે. જ્યારે બાકીની ટ્રેનો પણ 100થી 130 કિમીની ઝડપે દોડાવી શકાશે.