નવી દિલ્હી: મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુરૂદાસ કામતનું બુધવારે નિધન થઇ ગયું છે. તે ખૂબ લાંબા સમયથી બિમાર હતા. 63 વર્ષની ઉંમરમાં તેમનું દિલ્હીની એક હોસ્પિટલમાં નિધન થયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂદાસ કામત અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય પણ રહ્યા છે. તે ઉત્તર-પશ્વિમી મુંબઇથી 2009 થી 2014 સુધી સાંસદ પણ રહ્યા. આ પહેલાં તે નોર્થ-ઇસ્ટ મુંબઇ સીટ પરથી 1894, 1991, 1998 અને 2004માં ચૂંટાયા હતા. કામત મનમોહન સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. 


કામતને કોંગ્રેસે ગુજરાત, રાજસ્થાન, દાદર તથા નગર હવેલી, દમણ અને દીવનો પ્રભાર સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલ મહિનામાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા એઆઇસીસીના મહાસચિવ ગુરૂદાસ કામતે પાર્ટીમાં પોતાના બધા પદો પરથી રાજીનામું આપી દીધું હતું. ગુરૂદાસ કામે એક નિવેદનમાં રાજકારણમાંથી સેવાનિવૃતિ તરફ ઇશારો કરતાં કહ્યું 'હું ગત અઠવાડિયે બુધવારે (19 એપ્રિલ)ના રોજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા અને બધી જવાબદારીઓમાંથી મુક્ત થવા અંગે ચર્ચા કરી હતી.



ગુરૂદાસ કામે કહ્યું કે તેમણે ગાંધીને ત્રણ ફેબ્રુઆરીના રોજ અનુરોધ કર્યો હતો કે તે તેમને બધી જવાબદારીઓમાંથી મુક્ત કરી દે. ઠી તે દિવસથી બૃહદમુંબઇ નગર નિગમ ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી, અને 21 ફેબ્રુઆરીના રોજ તેમણે ફરીથી તેના માટે અનુરોધ કર્યો હતો.