નવી દિલ્હી: કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ (Congress) ને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતા ગણાતા પીસી ચાકો (PC Chacko) એ રાજીનામું આપી દીધુ છે. આ વાતની જાણકારી આપતા તેમણે કહ્યું કે મેં કોંગ્રેસ છોડી દીધી છે અને મારું રાજીનામું વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી દીધુ છે. તેમણે કહ્યું કે કેરળમાં કોંગ્રેસ બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. હાઈકમાનને હસ્તક્ષેપ કરવાની ભલામણ કરી કરીને થાકી ગયો. ચાકોએ કહ્યું કે કેરળ કોંગ્રેસમાં જે કઈ થઈ રહ્યું છે તેને હાઈકમાન ચૂપચાપ જોઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરળમાં ટિકિટ વહેંચણી પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસમાંથી રાજીનામું આપતાની સાથે જ પીસી ચાકોએ કેરળમાં પાર્ટીની ટિકિટ ફાળવણી પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે હું કેરળથી આવું છું, ત્યાં કોંગ્રેસ જેવી કોઈ પાર્ટી નથી. કેરળમાં કોંગ્રેસ બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. ત્યાં 2 પાર્ટી છે- કોંગ્રેસ (આઈ) અને કોંગ્રેસ (એ). અહીં 2 પાર્ટીની કોઓર્ડિનેશન કમિટી છે. જે KPCC તરીકે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે કેરળમાં ટિકિટની ફાળવણી પાર્ટીએ કરી નથી. કેરળના લોકો કોંગ્રેસની વાપસી ઈચ્છે છે પરંતુ ટોચના નેતાઓ જૂથબાજીમાં લાગ્યા છે. હું હાઈકમાનને કહી ચૂક્યો છું કે આ બધુ ખતમ થવું જોઈએ પરંતુ હાઈકમાન બંને સમૂહોના પ્રસ્તાવોથી પણ સહમતિ જતાવી રહ્યા છે.  


PHOTOS: BJP સાંસદની પુત્રવધુએ પતિ અને સસરા પર લગાવ્યાં ગંભીર આરોપ, જાણો શું છે મામલો


BJP માં જોડાતાની સાથે જ મિથુન ચક્રવર્તીએ ઉચ્ચારેલો એક શબ્દ ચર્ચાના ચગડોળે ચઢ્યો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...