કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે નેતાઓની થશે બેઠક, CWC મીટિંગનો દિવસ થશે નક્કી
રાહુલ ગાંધીના અધ્યક્ષ પદથી રાજીનામા બાદ કોંગ્રેસના નવા અધ્યક્ષને લઇને ગુરૂવારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઇ શકે છે. સૂત્રોના અહેવાલ અનુસાર કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ આજે દિલ્હી આવશે.
નવી દિલ્હી: રાહુલ ગાંધીના અધ્યક્ષ પદથી રાજીનામા બાદ કોંગ્રેસના નવા અધ્યક્ષને લઇને ગુરૂવારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઇ શકે છે. સૂત્રોના અહેવાલ અનુસાર કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ આજે દિલ્હી આવશે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા આજે નક્કી કરી શકે છે કે, કોંગ્રેસ વર્કિંગ કમિટી એટલે કે, સીડબ્લ્યૂસીની આગામી બેઠક ક્યારે થસે. એવા પણ સમાચાર આવી રહ્યાં છે કે, આગામી એક બે દિવસમાં આ બેઠક યોજાઇ શકે છે. અને આ બેઠકમાં કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષનું નામ નક્કી થઇ જશે.
વધુમાં વાંચો:- રાહુલ ગાંધીના રાજીનામા પર બોલી પ્રિયંકા, ‘બહુ ઓછા લોકોમાં આવી હિંમત... નિર્ણયને દિલથી સન્માન’
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા અધ્યક્ષ પદથી રાજીનામું આપવાને લઇને તેમની બહેન અને પાર્ટી માહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમની પ્રશંસા કરી છે. પ્રિયંકાએ રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદને છોડવાના નિર્ણયને હિંમતભર્યું પગલું ગણાવ્યું અને કહ્યું કે, બહુ ઓછા લોકો આવી હિંમત હોય છે જે તમે દેખાડી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખયું, ‘બહુ ઓછા લોકો આવી હિંમત હોય છે જે તમે કર્યું છે, તમારા નિર્ણયનો દિલથી સન્માન કરું છું.’
વધુમાં વાંચો:- કાવડ યાત્રામાં ડીજે અને માઇક પર નહીં લાગે પ્રતિબંધ, માત્ર વાગશે ભજન: CM યોગી
પુરીમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા, અમદાવાદમાં અમિત શાહે કરી પૂજા
રાહુલે ચાર પેજનો એક પત્ર પણ લક્યો જેમાં તેમણે કહ્યું, પાર્ટીના પુન:નિર્માણ માટે કઠોર નિર્ણયોની આવશ્યકતા હોય છે અને 2019ની નિષ્ફળતા માટે કેટલાક લોકોને જવાબદાર બનવું પડશે. તેમના પત્રમાં રાહુલે કહ્યું, આરએસએસ ભાજપના વિચારધારાના માતા-પિતા, દેશના સંસ્થાકીય માળખા પર કબજે કરવામાં સફળ રહ્યા. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલ ઉઠાવવાની માગ કરી.
વધુમાં વાંચો:- હૌઝ કાજી મંદિર કેસ: પોલીસે અત્યાર સુધીમાં 4 માઇનોર સહિત 9 લોકોની કરી ધરપકડ
રાહુલે કહ્યું કે, અમે ચૂંટણી કોઇ રાજકિય પાર્ટીની સામે નહીં પરંતુ અમે ભારતીય રાજ્યની સમગ્ર મશીનરીથી લડાઈ લડ્યા, જે દરેક સંસ્થા વિપક્ષના વિરુદ્ધ હતા. તેનાથી સાબિત થઇ ગયું છે કે, અમારી સંસ્થાગત તટસ્થતા હવે ભારતમાં હાજર નથી. રાહુલે આરોપ લગાવ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપોને અટકાવી શકતી નથી. તેમણે કહ્યું કે, કોઇપણ કિંમત અથવા પ્રચાર ક્યારે સત્યના પ્રકાશને છૂપાવી શકતા નથી.
જુઓ Live TV:-