દિલ્હીમાં સીનિયર વિદ્યાર્થીઓએ ચોથા ધોરણના વિદ્યાર્થી સાથે આચર્યું કુકર્મ
જો તમારું બાળક સ્કૂલ જાય છે તો જરા સાવધાન થઇ જાવ. ના જાણે ક્યારે સ્કૂલમાં તમારું બાળક કોઇ અપરાધનો શિકાર થઇ રહ્યું છે. તાજેતરનો કેસ દિલ્હીના વિવેક વિહાર વિસ્તારના એક જાણિતા સ્કૂલનો છે. અહીં ચોથા ધોરણમાં અભ્યાસ કરનાર એક વિદ્યાર્થી સાથે યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. યૌન શોષણન આરોપી પણ સ્કૂલના જ ત્રણ સીનિયર વિદ્યાર્થીઓ પર લગાવવામાં આવ્યો છે. આરોપ અનુસાર ત્રણ વિદ્યાર્થીઓએ સ્કૂલ બસની અંદર ચોથા ધોરણના વિદ્યાર્થી સાથે નીચ કામ કર્યું. ચોથા ધોરણમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી આ ઘટના બાદ પરેશાન થઇ ગયો અને ઘરે જઇને પોતાને એક રૂમમાં બંધ કરી દીધો.
નવી દિલ્હી: જો તમારું બાળક સ્કૂલ જાય છે તો જરા સાવધાન થઇ જાવ. ના જાણે ક્યારે સ્કૂલમાં તમારું બાળક કોઇ અપરાધનો શિકાર થઇ રહ્યું છે. તાજેતરનો કેસ દિલ્હીના વિવેક વિહાર વિસ્તારના એક જાણિતા સ્કૂલનો છે. અહીં ચોથા ધોરણમાં અભ્યાસ કરનાર એક વિદ્યાર્થી સાથે યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. યૌન શોષણન આરોપી પણ સ્કૂલના જ ત્રણ સીનિયર વિદ્યાર્થીઓ પર લગાવવામાં આવ્યો છે. આરોપ અનુસાર ત્રણ વિદ્યાર્થીઓએ સ્કૂલ બસની અંદર ચોથા ધોરણના વિદ્યાર્થી સાથે નીચ કામ કર્યું. ચોથા ધોરણમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી આ ઘટના બાદ પરેશાન થઇ ગયો અને ઘરે જઇને પોતાને એક રૂમમાં બંધ કરી દીધો.
માતા દ્વારા પૂછવામાં આવતાં તેણે બધી આપવીતી જણાવી. બાળકે માતાને જણાવ્યું કે જે ત્રણ વિદ્યાર્થીઓએ તેની સાથે ગંદી હરકત અક્રી તેમાંથી એક વિદ્યાર્થી 10મા ધોરણ, એક આઠમા ધોરણ અને એક સાતમા ધોરણમાં ભણે છે. ત્રણ દિવસ બાળક સાથે ગંદી હરકત કરવામાં આવી. સ્કૂલ છુટીને ઘરે પરત ફરતી વખતે ઘટનાને અંજામ આપવામાં આવ્યું. બાળકની માતાએ સ્કૂલમાં ફરીયાદ કરી છે.
આ મામલે સ્કૂલના વહિવટીતંત્રનું વલણ ચોંકાવનાર છે. ફરિયાદ બાદ સ્કૂલના વહિવટીતંત્રએ બાળકની માતાને મળવાની યોગ્ય સમજ્યું નહી. પરંતુ પરિવાર પર મામલો ખતમ કરવા માટે દબાણ કરવામાં આવ્યું છે. પરિવારે વિવેક વિહાર પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદ બાદ તપાસ શરૂ કરી દીધી છે. ફરિયાદ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે હાલ સ્કૂલ વહિવટી તંત્ર મૌન છે. આ ગંદી હરકત બાદ સ્કૂલ પર મોટો સવાલ ઉભો થયો છે.
પીડિત બાળકની માતાએ જણાવ્યું કે તે દરરોજ બાળકને તૈયાર કરીને સ્કૂલ મોકલતી હતી. સ્કૂલથી પરત ફર્યા બાળક હિબકા ભરતું હતું, પરંતુ ગત થોડા દિવસોથી તે સ્કૂલથી ફર્યા બાદ શાંત રહેતો હતો. ગુરૂવારે તે સ્કૂલમાંથી પરત ફર્યા બાદ રૂમમાં બંધ થઇ ગયો. પૂછપરછ બાદ તેણે જણાવ્યું કે સ્કૂલમાં કેટલાક મોટા છોકરા તેની સાથે ગંદી હરકત કરતા હતા. ચોંકાવનારી વાત એ છે કે સ્કૂલ બસમાં ડ્રાઇવર ઉપરાંત સ્ટાફ પણ હોય છે. તેમછતાં માસૂન સાથે આ બધુ થતું રહ્યું. આ સંબંધમાં સ્કૂલ વહિવટીતંત્રનો સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું કે ફરિયાદ બદ આરોપી ત્રણ વિદ્યાર્થીઓને તગેડી મુકવામાં આવ્યા છે. તો બસોના ઇંચાર્જ ટીચરને કારણ દર્શક નોટીસ ઇશ્યૂ કરવામાં આવી છે.