નવી દિલ્હી: ભ્રામક પ્રચાર કરીને પોતાને સમગ્ર દુનિયાના ડેન્ટિસ્ટ્સ દ્વારા સૂચવેલી અને વિશ્વની નંબર વન સેન્સિટિવિટી ટૂથપેસ્ટ ગણાવતા સેન્સોડાઈને ભારે કિંમત ચૂકવવી પડી છે. CCPA એ ભ્રામક જાહેરાતો બદલ સેન્સોડાઈન ટૂથપેસ્ટ પર દસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. CCPA તરફથી બહાર પાડવામાં આવેલી સૂચનામાં કહેવાયું છે કે સેન્સોડાઈન કંપનીએ ગ્રાહકોને ભ્રામક જાહેરાતો દેખાડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 દિવસની અંદર જાહેરાતો હટાવવાનો આદેશ
10 લાખ રૂપિયાના દંડની સાથે જ CCPA એ સેન્સોડાઈનને પોતાની તમામ  ભ્રામક જાહેરાતો સાત દિવસની અંદર ટીવી, ઓટીટી, યૂટ્યૂબ, સોશિયલ મીડિયા વગેરે માધ્યમોમાંથી હટાવવાના નિર્દેશ આપ્યા છે. મંગળવારે  બહાર પાડવામાં આવેલી અધિકૃત વિજ્ઞપ્તિમાં સેન્સોડાઈનના 'દુનિયાભરમાં ડેન્ટિસ્ટો દ્વારા રેકમન્ડેડ' અને દુનિયાની 'નંબર વન સેન્સિટિવિટી ટૂથપેસ્ટ'નો દાવો કરનારી જાહેરાતોને સાત દિવસની અંદર હટાવવાનું કહેવાયું છે. 


વિદેશી ડેન્ટિસ્ટ્સ દ્વારા સમર્થન મળતું બતાવતી જાહેરાતોને CCPA દ્વારા ભૂતકાળમાં પસાર કરાયેલા આદેશ મુજબ બંધ કરવાનો આદેશ અપાયો છે. નોંધનીય છે કે નિધિ ખરેની અધ્યક્ષતાવાળા CCPA એ હાલમાં જ સેન્સોડાઈન ઉત્પાદનોની ભ્રામક જાહેરાતો વિરુદ્ધ આદેશ પાસ કર્યો હતો. CCPA એ ટેલિવિઝિન, યૂટ્યૂબ, ફેસબુક અને ટ્વિટર સહિત વિભિન્ન મંચો પર સેન્સોડાઈન ઉત્પાદનોની જાહેરાત વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. 


સેન્સિટિવિટીથી 60 સેકન્ડમાં આરામવાળી લાઈનની પણ તપાસ
આ સાથે જ સેન્સોડાઈને 60 સેકન્ડમાં સેન્સિટિવિટીને ખતમ કરવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે તેની પુષ્ટિ ડોક્ટરોએ કરી છે. CCPA એ ભારતના ઔષધિ મહાનિયંત્રક અને કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠનને તપાસ માટે કહ્યું. સંગઠનને કંપનીને કોસ્મેટિક લાઈસન્સ જારી કરનારા સિલવાસા સ્થિત પોતાના સહાયક ઔષધિ નિયંત્રક પાસે તપાસ શરૂ કરાવી  જે હાલ ચાલુ છે. 


આ જાહેરાતો ઉપર પણ લાગી રોક
આ અગાઉ CCPA એ Naaptol થી 'સેટ ઓફ 2 ગોલ્ડ જ્વેલરી', 'મેગ્નેટિક ની સપો'ર્ટ અને 'એક્યૂપ્રેશર યોગા સ્લિપર્સ'ની જાહેરાતોને પણ બંધ કરવા જણાવ્યું હતું. નાપતોલને તે બિઝનેસ પ્રેક્ટિસ પણ બંધ કરવા જણાવ્યું જેમાં તે પ્રોડક્ટ્સની કૃત્રિમ રીતે કમી પેદા કરે છે. 
(ઈનપુટ- ન્યૂઝ એજન્સી ભાષા)


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube