નવી દિલ્હી: રસી બનાવનાર કંપની સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (CII)એ કોવિડ 19ની સંભવિત રસી (Corona Vaccine)ના પરીક્ષણમાં સામેલ એક વ્યક્તિના આરોપોને રવિવારે નકારી કાઢી દીધો છે. કંપનીએ ખોટા આરોપ લગાવવાને લઇને 100 કરોડ રૂપિયાનો ભારે ભરખમ દંડ વસૂલવાની પણ ધમકી આપી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ દાવો નકારી માંગ્યું 100 કરોડ રૂપિયાનું વળતર
સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયાએ એક નિવેદનમાં કહ્યું કે 'નોટીસમાં લગાવવામાં આવેલા આરોપ દુર્ભાવનાપૂર્ણ અને ખોટા છે. સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા ઉક્ત વ્યક્તિની ચિકિત્સા સ્થિત પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, પરંતુ રસીના ટેસ્ટીની તેની સ્થિતિ સાથે કોઇ સંબંધ નથી. કંપનીએ કહ્યું કે તે વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે ખોટી રીતે રસીને જવાબદ ગણાવી રહ્યા છે. કંપનીએ કહ્યું કે તે આવા આરોપોને પોતાનો બચાવ કરશે અને ખોટા આરોપો માટે 100 કરોડ રૂપિયા સુધી માનહાનિનો દાવો કરી શકે છે.  


વોલંટિયરે લગાવ્યો હતો વેક્સીનથી સાઇડ ઇફેક્ટનો આરોપ
જોકે કોવીશીલ્ડ (COVISHIELD)વેક્સીનના ટેસ્ટીંગમાં ચેન્નઇમાં ભાગ લેનાર એક 40 વર્ષીય વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે ગંભીર ન્યૂરોલોજિકલ સમસ્યા અને જ્ઞાનેંડદ્રી સંબંધી સમસ્યા સહિત ગંભીર દુષ્પ્રભાવોનો સામનો કરવો પડે છે. વ્યક્તિએ સીરમ  ઇંસ્ટીટ્યૂટ તથા અન્યને પાંચ કરોડ રૂપિયાની ક્ષતિપૂર્તિની માંગ કરી છે. તેને પરીક્ષણ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. 


અંતિમ તબક્કામાં હતું વેક્સીનનું ટ્રાયલ
જોકે પૂણે સ્થિત સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયાએ ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને કોવિડ-19 રસી કોવીશીલ્ડ બનાવવા માટે ગઠબંધન કર્યું છે. સીરમ ઇંસ્ટીટ્યૂટ ભારતમાં આ રસીનું પરીક્ષણ પણ કરી રહી છે. ઓક્સફોર્ડ યૂનિવસિટીની વેક્સીન બિલકુલ પોતાના અંતિમ પડાવ પર હતી કારણ કે અંતિમ તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું હતું. અર્થાત પહેલાંના તમામ ટ્રાયલ્સ સુરક્ષિત સિદ્ધ થયા હતા પછી અચાનક આ ઘટના બાદ ટ્રાયલ પ્રતિબંધ લગાવવો પડ્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube