ઓમિક્રોન વેરિએન્ટ વિરુદ્ધ કેટલી અસરકારક છે COVISHILED... અદાર પૂનાવાલાએ આપ્યો જવાબ
અદાર પૂનાવાલાએ કહ્યુ કે, તે જરૂરી નથી કે સમયની સાથે કોવિશીલ્ડની અસરકારકતા ઓછી થતી જાય. પરંતુ તેમણે ફરી કહ્યું કે, તેમનો સંદેશ છે કે બધા લોકોએ કોવિડ વેક્સીનના બંને ડોઝ લેવા જોઈએ.
નવી દિલ્હીઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યુ કે, કે ઓમિક્રોન વેરિઅન્ટ સામે કોવિશિલ્ડ રસીની અસરકારકતા આગામી થોડા અઠવાડિયામાં જાણી શકાશે. પૂનાવાલાએ કહ્યું કે અત્યારે એ કહી શકાય નહીં કે ઓમિક્રોન કેટલો ચેપી છે? ઓમિક્રોનને ધ્યાનમાં લેતા, બૂસ્ટર ડોઝ ટૂંક સમયમાં શક્ય છે. જો કે, તેમનું કહેવું છે કે સરકારનું ધ્યાન હાલમાં 100% કોરોના રસીના બંને ડોઝ આપવા પર કેન્દ્રિત હોવું જોઈએ.
લેન્સેટ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડેલ્ટા વેરિઅન્ટના વિનાશ દરમિયાન પણ કોવિશિલ્ડ વાયરસ સામે લડવામાં ખૂબ અસરકારક હતું અને હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના જોખમમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. એનડીટીવી સાથે વાત કરતા પૂનાવાલાએ કહ્યું કે ઓક્સફર્ડના વૈજ્ઞાનિકો ઓમિક્રોન પર કોવિશિલ્ડની અસરનો અભ્યાસ કરી રહ્યા છે અને અમે માત્ર થોડા અઠવાડિયાની રાહ જોઈ રહ્યા છીએ. ઓમિક્રોન વિશેની માહિતી બહાર આવ્યા પછી, તેના આધારે અમે નવી રસી સાથે આવી શકીએ છીએ. તેમણે કહ્યું કે આગામી 6 મહિનામાં તેને બૂસ્ટર ડોઝ તરીકે રજૂ કરી શકાય છે.
અદાર પૂનાવાલાએ કહ્યુ કે, તે જરૂરી નથી કે સમયની સાથે કોવિશીલ્ડની અસરકારકતા ઓછી થતી જાય. પરંતુ તેમણે ફરી કહ્યું કે, તેમનો સંદેશ છે કે બધા લોકોએ કોવિડ વેક્સીનના બંને ડોઝ લેવા જોઈએ. ત્યારબાદ આપણે આગામી વર્ષે ઇમ્યુનિટી વધારવા માટે બૂસ્ટર ડોઝ આપવાનું વિચારી શકીએ છીએ.
આ પણ વાંચોઃ અમિત શાહનો રાજસ્થાન પ્રવાસ, ભારત-પાકિસ્તાન બોર્ડર પર જવાનો સાથે રાત પસાર કરશે ગૃહમંત્રી
સરકારની જાહેરાતની રાહ જોઈ રહ્યા છીએ
પૂનાવાલા પ્રમાણે અમારી પાસે કેમ્પસમાં લાખો વેક્સીન ડોઝનો સ્ટોક છે. અમે 20 કરોડ વેક્સીન ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે સુરક્ષિત રાખ્યો છે. તેવામાં જો સરકાર બૂસ્ટર ડોઝની જાહેરાત કરે છે તો અમે તેને પર્યાપ્ત આપૂર્તિ આપવામાં સમક્ષ છીએ. અમારી પાસે કોવાવૈક્સનો પણ પૂરતો સ્ટોક્સ છે, જે કોવિડ 19 વિરુદ્ધ નવી સ્વદેશી વેક્સીન છે. તેને આગામી કેટલાક સપ્તાહમાં ઉપયોગની મંજૂરી મળી શકે છે.
એક અબજ સુધી ડોઝ પહોંચાડવામાં સક્ષમ
સીરમના સીઈઓએ કહ્યું કે ભારત વિશ્વની ફાર્મસીની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. વિશ્વને આપણો સંદેશ એ છે કે આપણે માત્ર ભારતમાં જ નથી, આપણી પાસે વિશ્વની જરૂરિયાત મુજબ રસીના પૂરતા ડોઝ ઉપલબ્ધ છે. પૂનાવાલાએ કહ્યું કે હાલમાં અમે દર મહિને 250 મિલિયન રસીના ડોઝનું ઉત્પાદન કરી રહ્યા છીએ અને અમે છ મહિનામાં 1 અબજ રસીના ડોઝ આપવાનું લક્ષ્ય હાંસલ કરી શકીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube