Corona: બાળકો પર થશે Covovax Vaccine ની ટ્રાયલ, સીરમ ઈન્સ્ટિટ્યુટ DCGI પાસે માંગશે મંજૂરી
પૂનાવાલાએ એક ટ્વીટ કર્યુ- પુણેમાં અમારા પ્લાન્ટમાં આ સપ્તાહ નિર્મિત કરવામાં આવી રહેલ કોવોવૈક્સ (નોવાવૈક્સ દ્વારા વિકસિત) નો પ્રથમ જથ્થો જોવા માટે ઉત્સાહિત છું.
પુણેઃ સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) જલદી ડ્રગ કંટ્રોલર અને જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) પાસે બાળકો પર Covovax Covid-19 Vaccine ની ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માટે અરજી કરશે. અમેરિકા સ્થિત Novavax Inc દ્વારા વિકસિત COVID-19 વેક્સિનનું ઈન્ડિયન વર્જન છે અને તેનું નિર્માણ ભારતમાં પુણે સ્થિત સીરમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
પુણે લેબમાં ચાલી રહ્યું છે કામ
Covovax સીરમ દ્વારા બનાવવામાં આવી રહેલી બીજી વેક્સિન છે, પ્રથમ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિડ વેક્સિન છે, જેને સીરમ દ્વારા ભારતમાં કોવિશીલ્ડના નામે તૈયાર કરવામાં આવે છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના (SII) સીઈઓ અદાર પૂનાવાલાએ શુક્રવારે કહ્યુ હતુ કે નોવાવૈક્સ ઇંક દ્વારા વિકસિત કોવિડ-19 રસી કોવોવૈક્સના પ્રથમ જથ્થાનું ઉત્પાદન એસઆઈઆઈની પુણે લેબમાં કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ Delhi: 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનું મહામંથન, અમિત શાહ સહિત આ નેતાઓ રહ્યા હાજર
પૂનાવાલાએ આપી જાણકારી
પૂનાવાલાએ એક ટ્વીટ કર્યુ- પુણેમાં અમારા પ્લાન્ટમાં આ સપ્તાહ નિર્મિત કરવામાં આવી રહેલ કોવોવૈક્સ (નોવાવૈક્સ દ્વારા વિકસિત) નો પ્રથમ જથ્થો જોવા માટે ઉત્સાહિત છું. આ રસીમાં 18 વર્ષથી નાની ઉંમરની આપણી ભાવી પેઢીઓની રક્ષા કરવાની ખુબ ક્ષમતા છે. ટ્રાયલ જારી છે. સીરમ ઈન્ડિયા ટીમે સારૂ કામ કર્યું છે. તેમણે આ વર્ષે માર્ચમાં કહ્યું હતું કે ભારતમાં કોવોવૈક્સ રસીની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે અને કંપની તેને સપ્ટેમ્બર સુધી રજૂ કરવાની આશા રાખે છે.
અમેરિકી કંપની સાથે ઓગસ્ટમાં થયો હતો કરાર
ઓગસ્ટ 2020માં અમેરિકી રસી કંપની નોવાવૈક્સ ઇંકે પોતાની કોવિડ-19 વેક્સિન NVX-COV-2373 ના વિકાસ અને કોમર્શલાઇઝેશન માટે સીરમની સાથે લાયસન્સ સમજુતીની જાહેરાત કરી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં સીરમે કોવિશીલ્ડ રસીને દેશમાં રજૂ કરી હતી. તેણે રસીના નિર્માણ માટે ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય અને એસ્ટ્રાઝેનેકા સાથે સહયોગ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube