3 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે ક્યારે આવશે Covid-19 Vaccine? અદાર પૂનાવાલાએ આપ્યો જવાબ
Serum Institute Of India: અદાર પૂનાવાલાએ કહ્યુ કે, અમે બાળકોમાં વધુ ગંભીર રોગ જોયો નથી અને અમે બાળકો માટે આગામી છ મહિનામાં રસી લઈને આવીશું અને તે ત્રણ વર્ષ કરતા વધુ ઉંમરના બાળકો માટે હશે.
નવી દિલ્હીઃ COVID-19 Vaccine for Children: સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની આગામી છ મહિનામાં બાળકો માટે કોવિડ-19ની રસી લાવવાની યોજના છે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અદાર પૂનાવાલા (Adar Poonawalla) એ મંગળવારે આ જાણકારી આપી છે. પૂનાવાલાએ એક ઉદ્યોગ સંમેલનમાં ભાગ લેતા કહ્યુ કે, 'કોવોવૈક્સ' રસીની ટ્રાયલ ચાલી રહી છે અને આ ત્રણ વર્ષ કરતા વધુ ઉંમરના બાળકોને દરેક પ્રકારે સુરક્ષા પ્રદાન કરશે. તેમણે કહ્યું કે, ટ્રાયલમાં સારા પરિણામ જોવા મળ્યા છે.
તેમણે કહ્યું કે, તે પ્રદર્શિત કરવા માટે પૂરતા આંકડા છે કે રસી કામ કરશે અને બાળકોને સંક્રામક રોગથી બચાવશે. વર્તમાનમાં કોવિશીલ્ડ અને કોવિડની અન્ય રસીને 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે મંજૂરી પ્રાપ્ત છે. પૂનાવાલાએ કહ્યુ- અમે બાળકોમાં વધુ ગંભીર રોગ જોયો નથી. સૌભાગ્યથી બાળકો માટે આ ડર નથી. પરંતુ અમે બાળકો માટે છ મહિનામાં રસી લઈને આવીશું. આશા છે કે તે ત્રણ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બાળકો માટે હશે.
આ પણ વાંચોઃ PM મોદી બોલ્યા- પહેલા કાશીની દુર્દશા નિરાશ કરતી હતી, હવે તે દેશના વિકાસનો રોડમેપ
તેમણે તે વાતનો ઉલ્લેખ કર્યો કે ભારતમાં બે કંપનીઓ છે જેને લાયસન્સ પ્રાપ્ત છે અને તેની રસી જલદી ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું- જો તમને લાગે છે કે તમારા પોતાના બાળકનું રસીકરણ કરવું જોઈએ તો તે માટે સરકારની જાહેરાતની રાહ જુઓ. પૂનાવાલાએ કહ્યુ કે, કોવિડના ઓમિક્રોન સ્વરૂપ વિશે હજુ સુધી કંઈ કહી શકાય નહીં કે તે બાળકોને કઈ રીતે પ્રભાવિત કરશે.
આ સિવાય પૂનાવાલાએ કહ્યુ કે, રિસર્ચના આધાર પર અમે તે નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે બૂસ્ટર ડોઝ લીધા બાદ કોઈપણ વ્યક્તિની ઇમ્યુનિટી વધી જાય છે, તેથી અમે આવનારા સમયમાં બૂસ્ટર ડોઝ આપવાનું સમર્થન કરવા ઈચ્છીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube