નવી દિલ્હી : કોંગ્રેસ આઇટી સેલના પૂર્વ સભ્યએ આઇટીસેલનાં જ કર્મચારી પર શારીરિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. પીડિતાનો આરોપ છે કે તેનાં સીનિયર કર્મચારીએ તેનું શારીરિક શોષણ કર્યું. પીડિતાએ તેની ફરિયાદ કોંગ્રેસ અધ્ક્ષ રાહુલ ગાંધી સાથે લેખીતમાં પણ કરી જો કે તેમનું કહેવું છે કે આ અંગે કોઇ એક્શન લેવાઇ નથી. પીડિતાએ કહ્યું કે, તેમણે કોંગ્રેસ આઇટી સેલ પ્રમુખ દિવ્યા સ્પંદનને પણ આ અંગેની માહિતી આપી હતી અને કાર્યવાહી માટે પણ અપીલ કરી જો કે તેમણે તેની એક પણ વાત ન સાંભળી. વિવશ થઇને પીડિતોએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મે કોંગ્રેસમાં ઘણા લોકોની સાથે કામ કર્યું, કેટલાક પુરૂષ કર્મચારીઓની સાથે પણ કામ કર્યું. જો કે આરોપી ચિરાગનો વ્યવહાર બાકી અન્યો કરતા અલગ હતો.તે ટેબલ પર મારી સામે પગ પર પગ ચડાવીને કામ કરતો હતો.તેનાં કારણે મને અપમાનનો અનુભવ થતો હતો. તેમણે મને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. તેઘણી વખત જબરદસ્તી મારી નજીક આવવાનો પ્રયાસ કરતા હતા. મારા પર્સનલ સ્પેસમાં ઘુસવાનો પ્રયાસ કરતો હતો. 

પીડિતાએ જણાવ્યું કે, આ તમામ કારણોથી તે માનસિક રીતે પરેશન થઇ ગઇ હતી અને કોંગ્રેસ આઇટી સેલમાં એવું કોઇ સંગઠન નહોતુ તે આ મુદ્દે સુનવણી કરી શકે અથવા તેની ફરિયાદ કરવામાં આવી શકે. ત્યાર બાદ સોશિયલ મીડિયા ચેરપર્સનને પણ આ અંગે જણાવ્યું. પીડિતાએ કહ્યું કે, તેમણે રાહુલ ગાંધીને પણ મેઇલ મોકલ્યો હતો, જો કે તેમણે હજી સુધી આ મેઇલનો કોઇ પણ જવાબ આપ્યો નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે પોલીસને મળેલી ફરિયાદ બાદ નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશમાં છેડછાડ અને જોવાનો કેસ દાખલ કરવામાં આવેલો છે. દિલ્હી પોલીસના અનુસાર પીડિત યુવતી કોંગ્રેસના સોશિયલ મીડિયામાં કામ કરે છે. તેણે ઇ-મેઇલ દ્વારા દિલ્હી પોલીસ આયુક્ત અમૂલ્ય પટનાયકને આ મુદ્દે માહિતી આપી. ત્યાર બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 

ફરિયાદમાં પીડિતાએ જણાવ્યુ કે, સોશિયલ મીડિયામાં કામ કરનાર ચિરાગ પટનાયક તેની સાથે છેડછાડ કરતો હતો. તે મારો હાથ પકડતો હતો અને મોબાઇલ લેવાના બહાને છેડછાડ કરતો હતો. તક મળતાની સાથે જ આરોપી તેની સાથે અશ્લીલ હરકતો કરતો હતો.