સાત ખુન માફ? હત્યાની દોષી શબનમની ફાંસી ટળી, બીજી વખત રાજ્યપાલને મોકલી અરજી
બાવનખેડી હત્યા કાંડ (Bawankhedi Murder Case) ની દોષીત શબનમની (Shabnam) ફાંસી એકવાર ફરી ટળી ગઇ છે. અમરોહામાં જનપદ ન્યાયાલયે અભિયોજનને શબનમ અંગેનો અહેવાલ માંગ્યો હતો. જો કે શબનમ દ્વારા કરાયેલી દયા અરજી રાજ્યપાલ સમક્ષ અરજી કરી ચુકવામાં આવી હતી. હવે જ્યા સુધી દયા અરજી અંગે નિર્ણય ન આવી જાય ત્યા સુધી ફાંસી ટળી ચુકી છે.
નવી દિલ્હી : બાવનખેડી હત્યા કાંડ (Bawankhedi Murder Case) ની દોષીત શબનમની (Shabnam) ફાંસી એકવાર ફરી ટળી ગઇ છે. અમરોહામાં જનપદ ન્યાયાલયે અભિયોજનને શબનમ અંગેનો અહેવાલ માંગ્યો હતો. જો કે શબનમ દ્વારા કરાયેલી દયા અરજી રાજ્યપાલ સમક્ષ અરજી કરી ચુકવામાં આવી હતી. હવે જ્યા સુધી દયા અરજી અંગે નિર્ણય ન આવી જાય ત્યા સુધી ફાંસી ટળી ચુકી છે.
કેન્દ્રીય મંત્રી Pralhad Joshi નું Rahul Gandhi પર નિશાન, ટ્રેક્ટર પર એક્ટર બનવાનો પ્રયાસ કરે છે
શબનમે બીજી વખત દયા અરજી રાજ્યપાલને મોકલી આપી છે. આ અરજી રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે ત્યા સુધી રાષ્ટ્રપતિ માટે શબનમની ફાંસી ટળી ચુકી છે. રાષ્ટ્રપતિનાચુકાદા બાદ કોર્ટ કોઇ પણ નિર્ણય લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનુચ્છેદ 32 અનુસાર રાષ્ટ્રપતિને બે વખત દયા અરજી મોકલી શકાય છે. પહેલી વખત અરજી મોકલવામાં આવી હતી ત્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હતા. જો કે તેઓએ કોઇ નિર્ણય લીધો નહોતો. રામનાથ કોવિંદે દયા અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ ફરીવાર આ અરજી મોકલવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ કેસ ઉત્તરપ્રદેશના અમરોહાનો છે. અહીં શબનમ નામની એક યુવતીએ પોતાનાં જ પરિવારના 7 લોકોની હત્યા કરી હતી. કારણ કે તે પોતાનાં પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી. ઘરના લોકો લગ્નની વિરુદ્ધ હતા. શબનમને લાગ્યું કે, જો તેઓ પોતાનાં ઘરના લોકોને રસ્તામાંથી હટાવી દેશે તો લગ્ન પણ થઇ જશે અને તમામ સંપત્તી પર પણ કબ્જો થઇ જશે. જો કે શબનમની ધરપકડ પોતાનાં પ્રેમી સાથે ધરપકડ કરી લેવામાં આવી અને તે બંન્નેને 2010માં અમરોહાની કોર્ટે ફાંસીની સજા ફટકારી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube