નવી દિલ્હીઃ દિલ્હીના જાફરાબાદમાં 24 ફેબ્રુઆરીએ 8 રાઉન્ડ ફાયરિંગ અને પોલીસકર્મી પર પિસ્તોલ તાકનાર શાહરૂખની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરીને દિલ્હી પોલીસ તેને દિલ્હી લાવી છે. આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી અજીત સિંગલાએ કહ્યું કે, શાહરૂખને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અમે પિસ્તોલ રિકવરીનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી અજીત સિંગલાએ કહ્યું કે, શાહરૂખે જે પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું, તેને મુંગેરથી ખરીદી હતી. શાહરૂખ પોતાના ઘરમાં જુરાબની ફેક્ટરી ચલાવતો હતો. તેનો એક સાથે તેના ઘરમાં જ કામ કરતો હતો, શાહરૂખે તેની પાસેથી પિસ્તોલ લીધી હતી. તેણે કહ્યું કે, શાહરૂખનું કહેવું છે કે જ્યારે પ્રદર્શન અને પથ્થરમારો થઈ રહ્યો હતો ત્યારે તે જોશમાં આવી ગયો અને પોતાને ગોળી ચલાવતા રોકી શક્યો નહીં. 


ક્રાઇમ બ્રાન્ચે ખુલાસો કર્યો કે ફાયરિંગની ઘટના બાદ તે દિલ્હીમાં થોડા દિવસ સુધી રહ્યો, પછી પંજાબ ગયો હતો. પંજાબથી શાહરૂખ બરેલી ગયો પછી શામલી પહોંચ્યો હતો. શાહરૂખે બે વર્ષ પહેલા એક દોસ્ત પાસેથી પિસ્તોલ ખરીદી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક..