રામ મંદિર મુદ્દે સરકાર હવે અધ્યાદેશ લાવીને જમીન ન્યાસને સોંપે: RSS
નીતીશ કુમારની સાથે અમિત શાહની મુલાકાત બાદ એનડીએમાં સીટોની વહેંચણી મુદ્દે રાજકારણ ગરમાઇ ગયું હતું
પટના : બિહારમાં એનડીએની અંદર સીટોની વહેંચણી મુદ્દે ફરીથી રાજનીતિક ગરમાવો આવી ગયો છે. નીતીશ કુમારની સાથે અમિત શાહની મુલાકાત બાદ એનડીએમાં સીટોની વહેંચણી મુદ્દે રાજકીય ગરમાટો છવાયો છે તો આજે અમિત શાહની સાથે આરએલએસપી અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા સાથે મુલાકાત કરશે.
અટકળો લગાવાઇ રહી છે કે સીટોની વહેંચણી અંગે સંમતી નહી થવા અંગે ઉપેંદ્ર કુશવાહા એનડીએનો સાથ છોડી શકે છે પરંતુ આ અંગે વાત કરતા ભાજપ નેતા શાહનવાઝ હુસૈને કહ્યું, ઉપેન્દ્ર કુશવાહા એનડીએની સાથે છે અને નરેન્દ્ર મોદીના સરકારોમાં મંત્રી પણ છે. ઉપેંદ્ર કુશવાહા, નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે પ્રયત્નશીલ છે.
આ સાથે જ તેમ પણ કહેવામાં આવ્યું કે, કોઇની ઉપેક્ષાનો સવાલ નથી. તમામનો સમાન ખ્યાલ રાખવામાં આવશે. જેડીયુની સાથે સીટોના મુદ્દે વાતચીત પુર્ણ થઇ ગઇ છે અને ઉપેંદ્ર કુશવાહાની સાથે પણ કોઇ સમસ્યા નથી. સાથે જ જણાવીએ કે રાલોસપાના મહાસચિવ માધવ આનંદે પણ તે સ્પષ્ટ કર્યું છે કે જો રાલોસપાને સન્માનજનક સીટો ન મળે તો અન્ય રાજનૈતિક વિકલ્પો અંગે વિચાર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2014 લોકસભા ચૂંટણીમાં રાલોસપાને ત્રણ સીટો મળી હતી અને ત્રણેય સીટો પર રાલોસપાના ઉમેદવારની જીત થઇ હતી.
2019 લોકસભા ચૂંટણી મુદ્દે બિહારમાં તમામ પાર્ટીઓએ પોતાનાં સ્તર પર તૈયારીઓ ચાલુ કરી દીધી છે. કઇ પાર્ટી કેટલી સીટો પર ચૂંટણી લડશે આ તસ્વીર પણ ઝડપથી સાફ થઇ જશે.