Shahrukh Khan: જ્યારે શાહરૂખ ખાનના પિતાએ લડી હતી ચૂંટણી, કોઇએ આપ્યો ન હતો વોટ
Kissa Kursi Ka: ભાગલા બાદ પેશાવરથી શાહરૂખ ખાનનો પરિવાર દિલ્હી આવીને વસી ગયો હતો. આગળ જતાં શાહરૂખે કરોડો લોકોને પોતાના ફેન્સ બનાવ્યા. જોકે એક સમય હતો જ્યારે લોકસભા ચૂંટણીમાં ઉભેલા તેમના પિતા તાજ મોહમ્મદને કોઇએ વોટ આપ્યો ન હતો.
Gurugram Lok Sabha Chunav: બોલીવુડના 'કિંગ ખાન' નો નાતો પાકિસ્તાનના પેશાવર સાથે રહ્યો છે. ભાગલા બાદ શાહરૂખ ખાનનો પરિવાર દિલ્હી આવીને વસવાટ કરવા લાગ્યો હતો. આજે કરોડો લોકો તેમની એક્ટિંગના દિવાના છે પરંતુ એક સમયે પરિવારના ઘણા ઓછા લોકો ઓળખતા હતા. જી હાં, ત્યારે શાહરૂખ ખાનના પિતાએ લોકસભાની ચૂંટણી લડી હતી. આઝાદી બાદ બીજી સામાન્ય ચૂંટણી હતી. મીર તાજ મોહમ્મદ ખાન દિલ્હીને અડીને આવેલી ગુરુગ્રામ લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. આજકાલ ફિલ્મ સ્ટાર્સની લોકપ્રિયતાને કેશ કરવા માટે પાર્ટીઓ ખુશીથી તેમને ટિકિટ આપે છે, પરંતુ તે સમયે ફેમથી દૂર રહેલા શાહરૂખના પિતાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
1957 લોકસભા ચૂંટણી
તે સમયે ગુરુગ્રામ સીટ હરિયાણા નહીં પણ પંજાબમાં આવતી હતી. તત્કાલીન ગુડગાંવ લોકસભા સીટ પરથી માત્ર ત્રણ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. કોંગ્રેસની ટિકીટ પર અબુલ કલામ આઝાદ હતા તો ભારતીય જનસંઘમાંથી ઊભા હતા. તાજ મોહમ્મદ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા.
સ્વતંત્રતા સેનાની હતા શાહરૂખ ખાનના પિતા પરંતુ...
તમને જાણીને આશ્વર્ય થશે કે સ્વતંત્રતા સેનાની તાજ મોહમંદ ખાનને એક પણ વોટ મળ્યો ન હતો. જી હાં, તે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા પરંતુ ટિકીટ ન મળી. લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા તો તેમને શૂંટ વોટ મળ્યા. તમને જણાવી દઇએ કે આઝાદીના લડાઇમાં ખાન અબ્દુલ ગફ્ફારની સાથે હતા.
નેહરુની લહેરમાં જીત્યા આઝાદ
1957ની લોકસભા ચૂંટણીમાં પંડિત નેહરુની લહેર હતી. કોંગ્રેસના અબુલ કલામ આઝાદને 1.91 લાખ મત મળ્યા અને તેમના હરીફ જનસંઘના મૂળચંદને 95 હજાર મત મળ્યા. તાજ મોહમ્મદે એક પણ વોટ ન મળવા છતાં અને ઈચ્છા ન હોવા છતાં રેકોર્ડ બનાવ્યો. જોકે, અબુલ કલામના અવસાન બાદ 1958માં પેટાચૂંટણી યોજવી પડી હતી. ત્યારે આર્ય સમાજના નેતા પ્રકાશવીર શાસ્ત્રી અહીંથી જીત્યા હતા. તે સમયે હરિયાણાના પ્રદેશમાં આર્ય સમાજનો ઘણો પ્રભાવ હતો.
આજના સમયમાં જોઇએ તો કંગના રનૌત, શત્રુધ્ન સિન્હા, રવિ કિશન, મનોજ તિવારી જેવી ઘણી ફિલ્મી સ્ટાર્સ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. પાર્ટીઓ તેમની ફેન ફોલોઇંગને આકર્ષવાનો પ્રયત્ન કરે છે.