નવી દિલ્હી: બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ના કેસમાં અભિનેત્રી જૂહી ચાવલા (Juhi Chawla) જામીન બની છે. શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની સાથે તમામ સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી જૂહી ચાવલા (Juhi Chawla) જામીન બનવા માટે કોર્ટ પહોંચી હતી. સેશન્સ કોર્ટ પર શાહરૂખ ખાનની ચાર કારનો કાફલો પહોંચી ચૂક્યો છે, જેમાં SRKની રેન્જ રોવર કારનો પણ સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાલું છે આર્યનની જામીન પ્રક્રિયા
સેશન્સ કોર્ટમાં જામીન પ્રક્રિયા ચાલું છે. જામીન પેપરને લઈને વકીલ જેલ જઈ રહ્યા છે. આર્યનના જામીનના કાગળો વકીલોને મળી ચૂક્યા છે. જૂહી ચાવલાએ જામીનના કાગળ પર સહી કરી છે અને જો આજે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ઘરે પહોંચી જશે તો તેમના અને તેમના પ્રશંસકો માટે આ સૌથી મોટી ખુશખબરી હશે.


Diwali પહેલા PFને લઈને સૌથી મોટા ખુશખબર, 5 કરોડથી વધારે કર્મચારીઓને મળશે ફાયદો


જુહી ચાવલા જામીનપાત્ર બની છે
જાણવા મળે છે કે આર્યન ખાનને 1 લાખ રૂપિયા ભરીને જામીન મળ્યા છે, જેની સાથે ઘણી શરતો પણ મૂકવામાં આવી છે. કોર્ટે જે શરતો મુકી છે તેમાં આર્યન ખાને જામીન દરમિયાન મીડિયા અને સોશિયલ મીડિયા પર કેસ વિશે વાત ન કરવી, NCB ઓફિસમાં દર શુક્રવારે 11 થી 2 તપાસમાં હાજરી આપવી, દેશ છોડવો નહીં અને ફરીથી આવું ન કરવું જેવી શરતોનો સમાવેશ કર્યો છે.


જુહી-શાહરુખના સંબંધો ગાઢ છે
આ સિવાય કોર્ટે શાહરૂખ ખાનના પુત્ર સામે અન્ય આરોપીઓ સાથે સંપર્ક ન કરવા અને સાક્ષીઓને પ્રભાવિત ન કરવાની શરત પણ મૂકી છે. જુહી ચાવલા વિશે વાત કરીએ તો તેણીને શાહરૂખ ખાનના પરિવાર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે, માત્ર વર્ક ફ્રન્ટ પર જ નહીં પરંતુ બન્નેના પરિવારમાં બન્ને સ્ટાર્સનું ઉઠવા બેસવાનું હંમેશાં રહે છે.


T20 World Cup 2021: દાવ અવળો પડ્યો! રોનાલ્ડો બનવાની કોશિશમાં David Warner સાથે થઈ જોવા જેવી!!! 


કેમ જેલમાં બંધ હતા આર્યન ખાન?
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) પર રેવ પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ કરવા જેવા આરોપ લાગ્યા છે. આ કેસમાં તેમણે 2 ઓક્ટોબરે NCBએ ધરપકડ કરી હતી. છેલ્લાં 25 વર્ષોથી તે મુંબઈની આર્થર રોડ જેલમાં છે અને ગુરુવારે કોર્ટના નિર્ણય બાદ આજે તેમણે જામીન પર છોડવામાં આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube