Lizard Auspicious Sign: ઘરમાં ગરોળી દેખાય તે સામાન્ય વાત છે આપણે જ્યારે ગરોળીને જોઈએ તો ઝાડૂથી ભગાડી દઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે આમ કરવું તે લક્ષ્મીજીનું અપમાન મનાય છે. શાસ્ત્રોમાં ગરોળીને લક્ષ્મી માતાનું પ્રતિક માનવામાં આવે છે. આથી તેને ભગાડવી એ અશુભ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગરોળી આપણને ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓ વિશે પણ સંકેત આપે છે. આવો જાણીએ કે ગરોળી કઈ જગ્યાએ દેખાય તો શુભ હોય અને ક્યાં જોવા મળે તો અશુભ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જગ્યાએ ગરોળી દેખાય તો અત્યંત શુભ
- શકુન શાસ્ત્ર મુજબ સવારે ઉઠતા જ સામે ગરોળી દેખાય તો શુભ સંકેત હોય છે. આ એ વાત તરફ ઈશારો કરે છે કે તમને જલદી ધનલાભ થવાનો છે. 

- શકુન શાસ્ત્ર જો તમને ફર્શ પર ગરોળી ચાલતી જોવા મળે તો તેનો અર્થ છે કે તમારી આવકના નવા સ્ત્રોત બનવાના છે કે તમારો પગાર ડબલ થવાનો છે. 

- શકુન શાસ્ત્ર મુજબ ઘરમાં મંદિરમાં ગરોળીનું હોવું લક્ષ્મીના આગમનનો સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે તેનો અર્થ છે કે જલદી ધન કુભેરના ભંડાર તમારા માટે ખુલવાનો છે. 

- શકુન શાસ્ત્ર મુજબ દીવાળીની રાતે ઘરમાં ગરોળી જોવા મળે તો ખુબ શુભ સંકેત હોય છે. એવું મનાય છે કે તેનાથી તમારા આવનારા સમગ્ર વર્ષમાં ધનની કમી નહીં હોય. 

- શકુન શાસ્ત્ર મુજબ જો વ્યક્તિના માથા પર ગરોળી પડે તો તેનો અર્થ છે કે તે જે પણ કામમાં હાથ નાખશે તેમા સફળતા મળશે. 

- શકુન શાસ્ત્ર મુજબ જો તમને ઘરમાં બે ગરોળી લડતી જોવા મળે તો તે ખુબ જ અશુભ મનાય છે. એવું કહેવાય છે કે જો ગરોળી પરસ્પર લડતી જોવા મળે તો ઘરના સભ્યોના આપસી ઝઘડા થવાનો સંકેત હોય છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube