શનિનું ગોચર કરી દેશે માલામાલ, આવનારા સમયમાં આ 4 રાશિના જાતકોના જીવનમાંથી દૂર થશે તમામ દુ:ખ અને સંકટ!
જ્યોતિષ શાસ્ત્રમાં શનિના ગોચરને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે આ ગ્રહ સૌથી ધીમી ચાલ ચલે છે. આથી તેનાથી આવતા પરિણામની અસર પણ લાંબા સમય સુધી રહે છે. અઢી વર્ષ બાદ થવા જઈ રહેલું શનિનું રાશિ પરિવર્તન 4 રાશિના જાતકો માટે ખુબ જ શુભ સાબિત થશે. આ સાથે જ કેટલીક અન્ય રાશિઓ પર તેની ખરાબ અસર પણ રહેશે.
Shani Gochar 2022: જ્યોતિષ શાસ્ત્રમાં શનિના ગોચરને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે આ ગ્રહ સૌથી ધીમી ચાલ ચલે છે. આથી તેનાથી આવતા પરિણામની અસર પણ લાંબા સમય સુધી રહે છે. અઢી વર્ષ બાદ થવા જઈ રહેલું શનિનું રાશિ પરિવર્તન 4 રાશિના જાતકો માટે ખુબ જ શુભ સાબિત થશે. આ સાથે જ કેટલીક અન્ય રાશિઓ પર તેની ખરાબ અસર પણ રહેશે.
સાડા સાતીમાંથી મળશે મુક્તિ
29 એપ્રિલ 2022ના રોજ શનિનું ગોચર શરૂ થતા જ ધનુ રાશિના જાતકોને શનિની સાડા સાતીમાંથી મુક્તિ મળી જશે. પરંતુ મીન રાશિના જાતકો પર તેનો પહેલો તબક્કો શરૂ થઈ જશે. એ જ રીતે મિથુન અને તુલા રાશિના જાતકોને શનિની અઢી વર્ષની અસરમાંથી મુક્તિ મળશે પરંતુ કર્ક અને વૃશ્ચિકવાળા પર શરૂ થશે. આથી આ જાતકોએ આ સમય દરમિયાન સંભાળીને રહેવું.
મેષ
શનિનું ગોચર મેષ રાશિના જાતકો માટે મહેનતનું પૂરેપૂરું ફળ આપનારું રહેશે. તેમને ધનલાભ જ થશે. નવી નોકરી પણ મળી શકે છે. બેરોજગારોને રોજગારી મળશે. વર્કપ્લેસ પર સન્માન-પ્રમોશન મળવાના યોગ છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકોને મનગમતી નોકરી મળવાની પૂરેપૂરી શક્યતા છે. કરિયરમાં પ્રગતિ થશે. આવક વધશે. બધુ મળીને સમય ફાયદાકારક રહેશે. આ ઉપરાંત અત્યાર સુધી અટકેલા કામ પણ હવે પૂરા થવા લાગશે.
મિથુન
મિથુન રાશિના જાતકોની આવક વધશે. અટવાયેલા કામો પૂરા થશે. લાંબા પ્રવાસ પર જવાના ચાન્સ છે. જે લોકો કોઈ બીમારીથી પરેશાન હતા તેમને હવે રાહત મળશે.
કન્યા
કન્યા રાશિના જાતકોને પણ અનેક પ્રકારે ફાયદો થવાની શક્યતા છે. ઈન્ટરવ્યુ-પરીક્ષામાં સફળતા મળશે. પૈસા કમાવવાની અનેક તકો મળશે. પગાર વધી શકે છે. અટવાયેલા પૈસા મળી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube