• શનિની સીધી ચાલ કેટલીક રાશિઓના કરિયર, રૂપિયા-પૈસા અને પરિવારના હેતુથી બહુ જ મહત્વની માનવામાં આવે છે. 

  • આ પહેલા શનિ 11 મે, 2020 થી મકર રાશિમા વક્રી અવસ્થામાં ગોચર કરી રહ્યો હતો


ઝી  મીડિયા/બ્યૂરો :શનિદેવ ન્યાયના દેવતા કહેવાય છે. તેઓ લોકોને તેમના કર્મના હિસાબથી ફળ આપ છે. આવામાં જે લોક પર શનિની વાંકી નજર પડે છે, તેમનું જીવન કષ્ટથી  ભરી જાય છે. શનિની માર્ગી ચાલ (shani transit) આ મહિને 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ પહેલા શનિ 11 મે, 2020 થી મકર રાશિમા વક્રી અવસ્થામાં ગોચર કરી રહ્યો હતો, હવે પૂરા 141 દિવસ બાદ 29 સપ્ટેમ્બરના રોજ વક્રીથી માર્ગી થઈ રહ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિદેવ 29 સપ્ટેમ્બરથી પોતાની જ રાશિ મકરમાં માર્ગી થવા જઈ રહ્યો છે. શનિના માર્ગી થવાથી અનેક રાશિઓ પર તેની અસર પડશે. શનિની સીધી ચાલ કેટલીક રાશિઓના કરિયર, રૂપિયા-પૈસા અને પરિવારના હેતુથી બહુ જ મહત્વની માનવામાં આવે છે. 


આ રાશિઓ પર પડશે અસર... 


મિથુન રાશિ
શનિની સીધી ચાલ મિથુન રાશિના લોકો માટે ભારે પડી શકે છે. શનિની સીધી ચાલથી તમને અકારણ ભાગદોડ અને બિનજરૂરી ખર્ચાનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ વેપારી સમસ્યાઓ પણ તમને માનસિક રીતે બહુ પરેશાન કરી શકે છે. 


સિંહ રાશિ
શનિની સીધી ચાલની અસર આ રાશિવાળા લોકો પર પણ જોવા મળશે. તમારા રૂપિયા સંબંધી મામલામાં આ સમયમાં તકલીફોનો સામનો કરવો પડી શકે છે. પરિવારના લોકોમાં એકબીજા સાથે વાતચીતને લઈને મનભેદ સર્જાઈ શકે છે. સાથે જ શારીરિક કષ્ટનો સામનો પણ કરવો પડી શકે છે. 


તુલા રાશિ
ખર્ચમાં આ સમયમાં તમને હતાશા મળશે, તેમાં વધારો થશે. કોઈ મામલામાં તમારા રૂપિયા ડૂબી શકે છે. તો દાંપત્ય જીવનમાં પણ દરમિયાન કેટલાક ખટરાગ આવી શકે છે. ઘરમાં વિવિધ પ્રકારની તકલીફો આવી શકે છે. 


ધન રાશિ
સંતાનને લઈને કોઈ વાત તમને માનસિક રીતે પરેશાન કરી શકે છે. જમા પૂંજીમાં ઘટાડો આવી શકે છે. તમારા ઘરમાં ધનને લઈને ખેંચતાણ થઈ શકે છે. આ સમયમાં ભૌતિક સુખ પર તમે વધુ ખર્ચા કરશો.


કુંભ રાશિ
વિવાહિત જીવનમાં તણાવ પેદા થઈ શકે છે. અચાનક કેટલાક એવા ખર્ચ આવી શકે છે, જેના વિશે તમે વિચાર્યું નહિ હોય. ઘરેલુ તકલીફો તમને પરેશાન કરી શકે છે. તમારું ધ્યાન રાખો અને ખુદને સુરક્ષિત રાખો. તમારા રૂપિયા યોગ્ય રીતે ખર્ચો, નહિ તો આગળ જઈને તકલીફો વધી શકે છે.