Saturn Retrograde 2022 End Date and Effect: જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહના રાશિ પરિવર્તનનો સમય જણાવવામાં આવ્યો છે. ગ્રહ ગોચર ઉપરાંત ગ્રહોની ચાલમાં પણ ફેરફાર થાય છે અને તેની અસર પણ તમામ રાશિઓ પર પડે છે. શનિ ગ્રહનું ગોચર અને તેની ચાલમાં ફેરફાર જીવન પર ખુબ અસર કરે છે. હાલ શનિ પોતાની જ રાશિ મકરમાં વક્રી છે. આવું 30 વર્ષ બાદ બન્યું છે કે જ્યારે શનિ મકર રાશિમાં વક્રી છે. શનિ 23 ઓક્ટોબર સુધી મકર રાશિમાં વક્રી રહેશે અને ત્યારબાદ માર્ગી થશે. ત્યાં સુધીમાં તેઓ 3 રાશિનાવાળાના ખુબ જ લાભ અને પ્રગતિ કરાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વક્રી શનિની રાશિઓ પર શુભ અસર

મેષ રાશિ: શનિ દેવનું મકર રાશિમાં વક્રી થવું એ મેષ રાશિવાળાને ફાયદો કરાવશે. જોબ અને બિઝનમાં ખુબ લાભ આપશે. પ્રગતિ થશે. આવક વધશે. નોકરી કરનારાઓને પ્રમોશન, પગારમાં વધારો મળવાના પૂરેપૂરા અણસાર છે. વેપારમાં કોઈ મોટી ડીલ થઈ શકે છે. વેપારમાં રોકાણ માટે સારો સમય છે. ધનલાભના પણ યોગ છે. 


ધનુ રાશિ: શનિ દેવ ઓક્ટોબર સુધી વક્રી રહેશે તે દરમિયાન ધનુ રાશિવાળાને ખુબ લાભ થશે. ધન લાભ પણ ભરપૂર થશે. આકસ્મિક ધનલાભ થશે અને આવકમાં લખલૂટ વધારો થશે જે તમને ખુશ કરી દેશે. રોકાણ, સટ્ટો, લોટરીથી પણ લાભ થઈ શકે છે. ક્યાંક પૈસા ફસાયેલા હશે તો પણ મળવાના ચાન્સ છે. રાજનેતાઓને મોટું પદ મળી શકે છે. વેપારમાં મીઠી વાણી ખુબ લાભ કરાવશે. 


મીન રાશિ: વક્રી શનિ મીન રાશિવાળાને ખુબ ધનલાભ કરાવશે. તેમની આવકમાં વધારો થવાના પ્રબળ યોગ છે. જે આર્થિક સ્થિતિ મજબૂત કરશે. નવા નવા સ્ત્રોતથી આવક થશે. નવા સંપર્ક બનશે જે બિઝનેસ અને જોબમાં લાભ કરાવશે. વેપારમાં નફો વધશે. કોઈ એવી સોનેરી સફળતા મળી શકે છે જે તમને ખુબ ખુશ કરી નાખશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube