Shani Vakri 2022: આ 3 રાશિવાળા માટે ખૂબ શુભ છે 23 ઓક્ટોબર સુધીનો સમય, શનિ આપશે છપ્પર ફાડ પૈસા
Shani Planet Retrograde 2022: કર્મના અનુસાર ફળ આપવા અને ધીમી ચાલના કારણે શનિની સ્થિતિમાં નાના મોટા ફેરફાર તમામ 12 રાશિવાળા લોકો પર અસર પડે છે. શનિ અત્યારે મકર રાશિમાં વક્રી છે. શનિ 23 ઓક્ટોબર સુધી મકર રાશિમાં જ ઉંધી ચાલ ચાલશે. ત્યારબાદ જાન્યુઆરીમાં શનિ ગોચર કરશે.
Shani Planet Retrograde 2022: જ્યોતિષમાં દરેક ગ્રહ અને ગોચર એટલે કે રાશિ પરિવર્તનનો સમય બતાવવામાં આવ્યો છે. ન્યાયના દેવતા શનિ સૌથી ધીમી ચાલ ચલતાં દોઢ વર્ષમાં રાશિ બદલે છે. કર્મના અનુસાર ફળ આપવા અને ધીમી ચાલના કારણે શનિની સ્થિતિમાં નાના મોટા ફેરફાર તમામ 12 રાશિવાળા લોકો પર અસર પડે છે. શનિ અત્યારે મકર રાશિમાં વક્રી છે. શનિ 23 ઓક્ટોબર સુધી મકર રાશિમાં જ ઉંધી ચાલ ચાલશે. ત્યારબાદ જાન્યુઆરીમાં શનિ ગોચર કરશે.
મેષ રાશિ:
મેષ રાશિવાળા માટે શનિ ગ્રહ પોતાની જ રાશિ મકરમાં વક્રી થવો ખૂબ જ લાભદાયી છે. 23 ઓક્ટોબર સુધી શનિના વક્રી રહેવા દરમિયાન આ જાતકોને નોકરી અને બિઝનેસમાં લાભ થશે. આવક વધશે. સફળતા મળશે. માન-સન્માન વધશે. નવી નોકરી મળશે અથવા નવો બિઝનેસની શરૂ કરવાના યોગ છે. કાર્યશૈલી નિખરશે. કારોબારનો વિસ્તાર થશે. ખાસકરીને જે લોકોનું કામ શનિ સંબંધિત છે જેમ કે લોખંડ, તેલ, કાળી વસ્તુઓ, તેમને ખૂબ લાભ થશે.
ધન રાશિ:
શનિ ગ્રહનું ઓક્ટોબર સુધી વક્રી રહેવું ધન રાશિવાળાને ખૂબ લાભ થશે. તેમને ધનના મામલે ભારે લાભ થવાનો યોગ છે. આ દરમિયાન ઇનકમ વધી શકે છે. અટકાયેલા નાણા મળી શકે છે. અચાનક ગમે ત્યાંથી પૈસા મળી શકે છે. કારોબારમાં ફાયદો વધશે. પગાર વધીને પ્રમોશન મળી શકે છે. શેર માર્કેટમાંથી લાભ થઇ શકે છે. સાથે જ વાણીના દમ પર કામ થશે. ફક્ત વાહન ચલાવતી વખતે સાવધાની રાખો
મીન રાશિ:
વક્રી શનિ મીન રાશિવાળાઓને ખૂબ લાભ થશે. આ જાતકોને ધનના મામલે મોટી સફળતા મળી શકે છે. એટલે કે ઇનકમમાં વધારો થશે જે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરશે. નોકરી કરનારાઓની સેલરી વધશે. વેપારીઓને ફાયદો અને ધંધામાં બરકત થશે. ધન કમાવવાના નવા રસ્તા બનશે. મોટી ડીલ ફાઇનલ થઇ શકે છે. રોકાણથી લાભ થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી)