• જ્યોતિષ શાસ્ત્ર મુજબ, શનિ વક્રી થવા પર તકલીફો વધે છે. શનિના વક્રી થવા પર રાશિઓ પર મોટી અસર થાય છે


ઝી મીડિયા/બ્યૂરો :એક મહિના પછી 23 મેના રોજ શનિ વક્રી થવા જઈ રહ્યો છે. તેને આપણે શનિની ઉલટી ચાલ કહીએ છીએ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, શનિ વક્રી થવા પર તકલીફો વધે છે. શનિના વક્રી (Shani Vakri) થવા પર રાશિઓ પર મોટી અસર થાય છે. 23 મેના રોજ રવિવારે બપોરે 2 વાગીને 50 મિનીટ પર શનિદેવ વક્રી થવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

23 મેથી 5 મહિના સુધી શનિ આ વક્રી સ્થિતિમાં રહેશે. તેના બાદ તે 11 ઓક્ટોબર 2021 ના રોજ શનિ ફરીથી માર્ગી થશે અથવા સીધી ચાલ ચાલશે.. આ વર્ષે 2021 માં શનિ કોઈ રાશિ પરિવર્તન કરવાના નથી. કેમ કે, શનિ એક રાશિમા લગભગ અઢી વર્ષ સુધી ગતિશીલ રહે છે.


આ પણ વાંચો : ઓક્સિજન સિલિન્ડરની પણ જરૂર નહિ પડે તેવી કોરોનાની દવા માર્કેટમાં આવશે


કઈ રાશિઓને પડશે તકલીફ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તુલા રાશિ, મિથુન રાશિ પર શનિની ઢૈય્યા બની રહી છે. તો ધન, મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી બની રહેશે. તેથી આ 5 રાશિઓવાળાઓને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. 


શનિથી બચવા પર કરો આ ઉપાય
આ સમય દરમિયાન શનિના પ્રકોપથી બચવા માટે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. આ સાથે જ શનિના મંત્રોનો પણ જાપ કરવો જોઈએ. શનિવારે શનિ દેવ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરો. શનિ દેવ ભગવાન શિવ, ભગવાન કાલ ભૈરવ અને હનુમાનની પૂજાથી પ્રસન્ન થાય છે. 


આ પણ વાંચો : જેતપુરના અગ્રાવત પરિવાર પર મોતનું તાંડવ, કોરોનાથી 4ના મોત, હવે એક જ સદસ્ય બચ્યો


શનિદેવના આ મંત્રોનો કરો જાપ 


  •  कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:.


सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:..


  •  ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:

  •  ॐ ऐं ह्लीं श्रीशनैश्चराय नम:.

  •  ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम: