COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shanishchari Amavasya 2022 Remedy: આજે શ્રાવણનો છેલ્લો દિવસ છે અને અમાસ પણ છે. અમાસ જ્યારે શનિવારે આવે ત્યારે તેને શનિચરી અમાસ કહે છે. હિન્દુ ધર્મમાં શનિચરી અમાસનું ખુબ મહત્વ હોય છે. આ દિવસે ખાસ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. જો તમારી કુંડળીમાં શનિની સાડા સાતી હોય કે ઢૈય્યા હોય તો કેટલાક ઉપાય અજમાવો તો લાભ થઈ શકે છે. શનિચરી અમાસના દિવસે પિતૃઓને તર્પણ કરવું પણ શુભ મનાય છે. જાણો કેટલાક ઉપાય....


આ ઉપાય અજમાવો
અવાસના દિવસે રુદ્રાક્ષની માળાથી 108 વાર ऊँ शं शनैश्चराय नमः મંત્રનો જાપ કરો. 
શનિચરી અમાસના દિવસે શનિદેવને સરસવનું તેલ ચડાવવું શુભ ગણાય છે. આ સાથે જ સરસવના તેલમાં કાળા તલ નાખીને દીવો પ્રગટાવો. 
- શનિચરી અમાસના દિવસે દાનનું ખુબ મહત્વ છે. આ દિવસે ગરીબ-નિર્ધન લોકોને શનિદેવ સંલગ્ન ચીજોનું દાન કરવું જોઈએ અને લોટ, ખાંડ, કાળા તલ વગેરે ચીજો પણ દાન કરી શકાય છે. 
- શનિચરી અમાસના દિવસે સૂર્યાસ્ત બાદ પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. તેનાથી શનિની સાડાસાતી અને ઢૈય્યાનો પ્રભાવ ઓછો થાય છે. 


ભૂલેચૂકે આ કામ ન કરવું
શનિચરી અમાસના દિવસે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવું ખુબ શુભ મનાય છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે મંદિરમાંથી પાછા ફરતી વખતે પીઠ ન દેખાડો. આમ કરવું અશુભ ગણાય છે. 
- શનિદેવની પૂજા કરતી વખતે તેમની નજરોમાં રહેવું જોઈએ નહીં. આંખો હંમેશા ઝૂકાવીને જ શનિદેવની પૂજા કરવી જોઈએ. શનિદેવની દ્રષ્ટિ વક્રી ગણાય છે. કહેવાય છે કે શનિદેવ જેના પર પોતાની દ્રષ્ટિ નાખે છે તેમનું જીવન કષ્ટમય બની જાય છે. 
- કહેવાય છે કે શનિવારના દિવસા નખ, વાળ કે દાઢી કરવી ખુબ અશુભ ગણાય છે. આમ કરવાથી શનિ દોષ લાગે છે. 
- શનિ અમાસ પર માતા પિતા, ગુરુ, વડીલો તથા મહિલાઓનું અપમાન કરવું ખુબ અશુભ ગણાય છે. આમ કરનારા લોકોને ભવિષ્યમાં શનિદેવનો દુષ્પ્રભાવ સહન કરવો પડે છે. 


આ મંત્રોનો કરો જાપ


ॐ निलान्जन समाभासं रविपुत्रं यमाग्रजम।
छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम॥


ऊँ त्रयम्बकं यजामहे सुगंधिम पुष्टिवर्धनम।
उर्वारुक मिव बन्धनान मृत्योर्मुक्षीय मा मृतात।।


ऊँ ह्रिं नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम।
छाया मार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्।। 


શનિ ગાયત્રી મંત્ર- ऊँ भगभवाय विद्महैं मृत्युरुपाय धीमहि तन्नो शनिः प्रचोद्यात्।