નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સત્તાધારી ભાજપ સરકાર મંદિરનું નિર્માણ કરાવી શકતી નથી. ફક્ત તેમના જેવા ભક્ત જ મંદિર બનાવી શકશે. આ સાથે જ તેમણે આસારામ અને તેમના અનુયાયીઓને લઇને પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે આ પ્રકારના મામલા પાછળ મોટું કારણ ઇસાઇ ધર્મ છે. પાદરીઓએ આ વાત ફેલાવી કે તે લોકોને ઠીક કરી શકે છે. આ વાતને આસારામ અને રામ રહીમ જેવા લોકોએ શીખી અને તેને અપનાવતાં લોકોને પોતાના શિકાર બનાવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RSS-BJP રામ મંદિર ન બનાવી શકે
અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માંગને ઘણીવાર ઉઠાવી ચૂકેલા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી ફરી એકવાર આ મુદ્દે બોલતા જોવા મળ્યા. મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે કેંદ્ર સરકારની ભૂમિકાને લઇને પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભાજપ અને આરએસએસ કહે છે કે કેંદ્રમાં તેમની સરકાર છે અને તે રામ મંદિર જરૂર બનાવશે. પરંતુ સંવિધાન અનુસાર કેંદ્ર સરકાર ધર્મ નિરપેક્ષ હોય છે. અને ધર્મ નિરપેક્ષ સરકાર ના તો મંદિર બનાવી શકે છે અને ના તો ગુરૂવાર અથવા મસ્જિદ. રામ મંદિરનું નિર્માણ અમારા જેવા રામ ભક્ત જ કરાવશે. 



આસારામના ભક્તો આંધળા હતા
શારીરિક શોષણના મામલે તાજતરમાં જ ઉંમરકેદની સજા મેળવનાર આસારામ અને તેમના ભક્તોને લઇને પણ શંકરાચાર્યએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભારતના લોકોએ આસારામને બનાવ્યા છે. ચમત્કારોમાં વિશ્વાસ કરે છે, તે કોઇને પણ સંત ગણતા નથી. આ બધા ઇસાઇ ધર્મના કારણે શરૂ થયું. તેમના પાદરી એ વાત ફેલાવે છે કે તે તેમને ઠીક કરી શકે છે. આ પ્રવૃતિને આસારામ અને રામ રહીમે પણ અપનાવી. શું લોકો આંધળા હતા?  



...ત્યાં સુધી પીએમ પણ ન બનાવી શકે રામ મંદિર
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી કે જ્યારે શંકરાચાર્યએ અયોધ્યા મામલે નિવેદન આપ્યું. આ પહેલાં તેમણે રામ મંદિર મુદ્દા પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે કેસમાં સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યા પછી નિર્માણ કાર્ય કરવામાં આવી શકશે. તેમણે કહ્યું હતું કે સ્ટે હટાવ્યા વિના કોઇપણ રામ મંદિર બનાવી શકશે નહી. પીએમ મોદી, સીએમ યોગી આદિત્યનાથ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત કોઇપણ રાજકીય પાર્ટી અથવા સરકાર રામમંદિર બનાવી શકશે નહી. જ્યારે ચૂકાદો આવશે ત્યારે અમે રામ મંદિર બનાવીશું, પહેલાંથી હવાબાજી કરવાનો શું ફાયદો.