લખનઉ: લખનઉ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવા રાજનાથ સિંહની સામે સત્રુઘ્ન સિન્હાની પત્ની પૂનમ સિન્હા ચૂંટણી લડી શકે છે. સૂત્રોના એહેવાલ અનુસાર સમાજવાદી પાર્ટી અને બસપાનું ગઠબંધન પૂનમ સિન્હાને ટિકિટ આપી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: Video: હેલિકોપ્ટરથી ઉડાન ભરવાના હતા યદુયેરપ્પા, અચાનક પહોંચ્યું ચૂંટણી પંચ


આ ખાસને મેદાનમાં ઉતારશે કોંગ્રેસ
ગઠબંધન અને ભાજપની સાથે લખનઉ બેઠકતી કોંગ્રેસ પણ તેમની કમર કસવા તૈયાર છે. સૂત્રોનું કહવું છે કે, કોંગ્રેસ રાજનાથ સિંહની સામે જિતિન પ્રસાદને ટિકિટ આપી શકે છે.


લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...


મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ મામલે કોર્ટે પૂછ્યું- મક્કા-મદિનામાં શું નિયમ છે?


લખનઉમાં 28 વર્ષથી ભાજપનું રાજ
નવાબોના આ સુંદર શહેર પર છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે અને તેમાં પણ લાંબા સમય સુધી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ લોકસભામાં આ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1991, 1996, 1998, 1999 અને 2004ની લોકસભા ચૂંટણીમાં આ બેઠકથી વાજપેયી વિજય રહ્યાં છે. 2009માં અહીંથી લાલજી ટંડન જીત્યા અને 2014માં રાજનાથ સિંહ આ બેઠક પર ભારે મતોથી જીત્યા હતા. આ વખતે ફરી એકવાર રાજનાથ સિંહ અહીંથી ભાજપના ઉમેદવાર છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...