મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીમાં છેલ્લા કેટલાક સમયથી ખટપટ ચાલુ છે. બીજી બાજુ શરદ પવારના ભત્રીજા અજીત પવાર ભાજપ સાથે જાય તેવી પણ અટકળો છે. આ બધા વચ્ચે દિગ્ગજ નેતા શરદ પવારના એક નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. શરદ પવારે એનસીપીનું અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે. પવારના રાજીનામાં પાછળ અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે


82 વર્ષના શરદ પવારે કહ્યું કે, અનેક વર્ષો સુધી મને રાજકારણમાં પાર્ટીને લીડ  કરવાની તક મળી છે. આ ઉંમરે પહોંચીને આ પદ હવે રાખવા માંગતો નથી. મને લાગે છે કે અન્ય કોઈએ આગળ આવવું જોઈએ. પારટીના નેતાઓએ એ નિર્ણય કરવો પડશે કે હવે પાર્ટીના અધ્યક્ષ કોણ હશે? શરદ પવાર છેલ્લે 2022માં જ ચાર વર્ષ માટે અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube