PM પદ માટે માયાવતી, મમતા બેનરજી અને ચંદ્રબાબુ નાયડુ મોટા દાવેદાર: શરદ પવાર
ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં શરદ પવારે કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ તેઓ નવી સરકાર બનાવવા માટે ભાજપ સિવાયના પક્ષોને એકજૂથ કરીને સરકાર બનાવવા માટે હાથપગ મારશે.
મુંબઈ: NCP અધ્યક્ષ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાધીની પીએમ પદની દાવેદારીની ચર્ચા કારણ વગરની ગણાવતા એલાન કર્યું કે ચૂંટણીના પરિણામો બાદ એનડીએ સિવાયના પક્ષોના નેતાઓમાંથી સર્વસામાન્ય એક ચહેરો જ વડાપ્રધાન પદ માટે દાવેદાર રહેશે. પવારે એનડીએ સિવાયના પક્ષોની મજબુત સ્થિતિમાં માયાવતી, મમતા બેનરજી અને ચંદ્રબાબુ નાયડુ જેવા ચહેરાઓને પીએમની ખુરશી માટે મોટા દાવેદાર ગણાવ્યાં.
ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં શરદ પવારે કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ તેઓ નવી સરકાર બનાવવા માટે ભાજપ સિવાયના પક્ષોને એકજૂથ કરીને સરકાર બનાવવા માટે હાથપગ મારશે. પવારે આવી સ્થિતિમાં એનડીએના ઘટક પક્ષોને પણ સાથે લાવવાની વાત કરી છે. ન્યૂક્લિયર પાવરથી લઈને બાલાકોટ એર સ્ટ્રાઈક પર એકદમ ખુલીને શરદ પવારે વાત કરી.
NCPને કેટલી બેઠકો મળવાની આશા છે. સરકાર બનાવવા માટે તમે કઈ ભૂમિકા ભજવી રહ્યા છો?
શરદ પવાર- પરિણામો પહેલા સીટના આંકડા વિશે બોલવું યોગ્ય નથી. પરંતુ એટલું કહી શકું કે છેલ્લી ચૂંટણીમાં અમારી જે હાલત હતી તેમાં ઘણો સુધાર થશે. હું જોઈ રહ્યો છું કે દેશમાં રાજ્યમાં પરિવર્તનનો માહોલ છે.
ત્રીજા મોરચાની શું સ્થિતિ છે ખાસ કરીને જ્યારે વડાપ્રધાન પદ માટે તમે સીનિયર અનુભવી ચહરો છો?
પવાર- આજે દેશમાં ભાજપની હકૂમત દેશના હિતોની રક્ષા કરનારી હકૂમત નથી. બદલાવની જરૂર છે. લોકોની માનસિકતા એ જ છે અને લોકસભા ચૂંટણીના પરિણામ અગાઉ અમારામાથી કોઈ એક વિકલ્પ મળીને નક્કી કરીશું. અનેક પાર્ટીઓ એવી છે જેમ કે ડીએમકે, પોતાના રાજ્યમાં શક્તિશાળી છે. પરંતુ ડીએમકે યુપીમાં કોઈ કામ કરશે તેનું પરિણામ આવશે તેવી સ્થિતિ નથી. તેઓ વિચારતા પણ નથી. અમે લોકોએ નક્કી કર્યું છે. પરસ્પર સહયોગ કરીશું. ચૂંટણી બાદ દેશને વિકલ્પ આપવા માટે કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરીશું. જે રીતે 2004માં અમે ચૂંટણી અલગ અલગ લડી હતી ત્યારે મોરચો નહતો. ચૂંટણી બાદ અમે સાથે આવ્યાં.
સોનિયાજીના ઘરે હતાં જ્યાં મનમોહનજી, પ્રણવજી, અને મેં પહેલા વાત કરી. અમે બેસીને અનેક ભાજપ સિવાયના પક્ષો સાથે વાત કરી. મનમોહનજીને ઈલેક્ટ કર્યાં અને સિલેક્ટ કર્યા તથા એક ઓલ્ટરનેટિવ સરકાર બનાવી. દસ વર્ષ માટે દેશને સ્થિર સરકાર આપી. અટલજી પીએમ હતાં ત્યારે એક દેશના તમામ વર્ગોમાં લોકપ્રિય લીડરશીપ હતી. પરંતુ આજે એવું નથી. આથી અમને પૂરો વિશ્વાસ છે કે આજે લોકોને બદલાવ જોઈએ છે. મોદીજી અને અમિત શાહ દેશને પસંદ નથી. આથી રિઝલ્ટ અમારા પક્ષમાં જ આવશે. ત્યારબાદ અમે બધા બેસીને નક્કી કરીશું કે કોને ઈલેક્ટ કરવા અને કોને સિલેક્ટ કરવાના છે. મને વિશ્વાસ છે કે અનેક ચહેરા સરકાર ચલાવવા માટે અમારી પાસે કેપેબલ છે. તેમનું નામ અત્યારે લેવું યોગ્ય નથી.
બધાને સાથે લાવવાની જવાબદારીનું જે ખાલીપણું છે તેને ભરવાની જવાબદારી તમારી છે?
પવાર- મને નથી લાગતું કે એનડીએની અંદરની અને બહારની પાર્ટીઓ મને સપોર્ટ કરશે મારો સાથ આપશે અને અમારી સાથે જે રાજનીતિક ગર્ભમાં છે, તેમના રાજ્યોમાં જે આજની સીટો છે તેનાથી તેમને સંરક્ષણ મળી રહ્યું છે તો અમને કોઈ બીજાની મદદ લેવાની જરૂર નહીં પડે.
જુઓ LIVE TV