The Kashmir Files: ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ વિશે શરદ પવારે કહ્યું- `કમનસીબ! સત્તામાં બેઠેલા...`
એનસીપીના અધ્યક્ષ શરદ પવારે ફિલ્મ `ધ કાશ્મીર ફાઈલ્સ` વિશે મોટું નિવેદન આપ્યું છે.
મુંબઈ: એનસીપીના અધ્યક્ષ શરદ પવારે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' વિશે મોટું નિવેદન આપ્યું છે. અત્રે જણાવવાનું કે હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં મસ્જિદોમાં લાઉડસ્પીકરના મોટા અવાજનો મુદ્દો ચર્ચામાં છે. રાજ ઠાકરેની પાર્ટી એમએનએસે આ મુદ્દે આક્રમક વલણ અપનાવીને રાજ્યની મહાઆઘાડી સરકાર પર નિશાન સાધ્યું છે.
શરદ પવારે ફિલ્મ વિશે કરી આ વાત
એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારે કહ્યું કે એક વ્યક્તિએ હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને દર્શાવતી ફિલ્મ બનાવી. જે દર્શાવે છે કે બહુસંખ્યક હંમેશા અલ્પસંખ્યક પર હુમલા કરે છે અને જ્યારે તે બહુમત મુસ્લિમ હોય છે તો હિન્દુ સમુદાય અસુરક્ષિત થઈ જાય છે. તેમણે સાથે એ પણ કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે સત્તામાં બેઠેલા લોકોએ આ ફિલ્મનો પ્રચાર કર્યો.
ગજબ ભેજું! ઓફિસ આવ-જા કરવા એવી કાર બનાવી નાખી...માત્ર 5 રૂપિયામાં 60 કિમીની કરે છે મુસાફરી
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube